- ભારતીય ટીમના કેમ્પમાં લોકેશ અને ઐયર પણ હાજર રહે તેવા સંકેત
- શ્રીલંકા જશે જ્યાં ભારતીય ટીમ બીજી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે
- કોહલી પણ વેકેશનની સાથે પોતાની ફિટનેસ ઉપર વર્કઆઉટ કરી રહ્યા
વેસ્ટ ઇન્ડિઝ સામે રમાતી પાંચ મેચની ટી20 શ્રોણી માટે ભારતના અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીને આરામ અપાયો છે. બંને લાંબા બ્રેક ઉપર છે. ભારતીય ટીમ 30મી ઓગસ્ટથી રમાનારા એશિયા કપમાં ભાગ લેવાની છે.
કોહલી અને રોહિત બંનેએ 23મી ઓગસ્ટે એશિયા કપ માટે યોજાનારા ભારતીય ટીમના કેમ્પ માટે એનસીએમાં રિપોર્ટ કરવાનો રહેશે. રોહિત અને કોહલી હાલમાં વેકેશનનો આનંદ માણી રહ્યા છે. આઇસીસી વન-ડે વર્લ્ડ કપની તૈયારી શરૂ કરતાં પહેલાં સિનિયર ખેલાડીઓ એશિયા કપમાં ભાગ લેશે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે કોહલી અને રોહિત બંને આગામી 23મી ઓગસ્ટે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમીમાં રિપોર્ટ કરશે. આ બંને વિન્ડીઝ સામેની વર્તમાન ટી20 શ્રોણીનો હિસ્સો નથી. અત્યારે ભારતીય ટીમ પોતાનું તમામ ધ્યાન એશિયા કપ ઉપર કેન્દ્રિત કરી રહી છે જેના કારણે રોહિત અને કોહલી પણ વેકેશનની સાથે પોતાની ફિટનેસ ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે. રોહિત અને કોહલી એશિયા કપ માટે શ્રીલંકા જશે જ્યાં ભારતીય ટીમ બીજી સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે. અન્ય ખેલાડીઓમાં લોકેશ રાહુલ તથા શ્રોયસ ઐયર પણ એશિયા કપ માટેના કન્ડિશનિંગ કેમ્પમાં ભાગ લે તેવી સંભાવના છે.










