• રોહિત પહેલાં સચિન, વિરાટ, દ્રવિડ અને ગાંગુલી આવી સિદ્ધિ મેળવી ચૂક્યા હતા

  • ઇંગ્લેન્ડ સામેની મેચમાં રોહિત 87 રન બનાવીને આઉટ થયો હતો
  • રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 457 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી

ભારતીય સુકાની રોહિત શર્મા વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. રોહિતે ઇંગ્લેન્ડ સામેની મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 18,000 રન પૂરા કર્યા છે. આ પહેલા ભારતના માત્ર ચાર બેટ્સમેન જ આવી સિદ્ધિ મેળવી શક્યા છે. ઇંગ્લેન્ડ સામેની મેચમાં રોહિત 87 રન બનાવીને આઉટ થયો હતો. તેણે ટીમને સારી શરુઆત અપાવી હતી. શર્મા પહેલા ભારતીય ટીમના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને પૂર્વ સુકાની રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની 457 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી શક્યો છે.

વર્લ્ડ કપમાં સૌથી વધુ 50+ રન બનાવવામાં બીજા નંબરે

રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે ભારે સૂઝબૂઝ સાથેની ઇનિંગ રમતા અર્ધસદી ફટકારી છે. સાથે જ રોહિત વર્લ્ડ કપમાં સૌથી વધારે 50 પ્લસ સ્કોર બનાવનારો બીજો બેટ્સમેન બની ગયો છે. તેણે ઇનિંગની દૃષ્ટિએ વિરાટ કોહલી, શાકિબ ઉલ હસન અને શ્રીલંકાના કુમાર સંગાકારાને પાછળ છોડી દીધો છે. રોહિતે ઇંગ્લેન્ડ સામે 60 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. રોહિતે વર્લ્ડ કપની 23 ઇનિંગમાં 12 વાર 50 પ્લસનો સ્કોર કર્યો છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ ફિફ્ટી પ્લસનો સ્કોર સચિનના નામે છે. તેણે 44 ઇનિંગમાં 21 વાર અર્ધસદી ફટકારી હતી. લિસ્ટમાં વિરાટ ત્રીજા સ્થાને છે. તેણે 32 ઇનિંગમાં 12 વાર ફિફ્ટી પ્લસનો સ્કોર કર્યો છે. શાકિબે 34 ઇનિંગમાં 12 વાર ફિફ્ટી પ્લસનો સ્કોર કર્યો છે. સંગાકારાએ 35 ઇનિંગમાં આવી સિદ્ધિ મેળવી હતી.

વર્લ્ડ કપ 2023માં રોહિત શર્માની સૌથી વધુ સિક્સર

રોહિત શર્માએ વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે. ઇંગ્લેન્ડ સામેની 87 રનની ઇનિંગમાં રોહિતે 3 સિક્સર ફટકારીને સૌથી વધારે સિક્સ ફટકારનાર બેટ્સમેન તરીકે પહેલું સ્થાન મેળવી લીધું છે. વર્તમાન વર્લ્ડ કપમાં રોહિતની કુલ 20 સિક્સ છે. રોહિતે ડેવિડ વોર્નરને પાછળ રાખ્યો છે. વોર્નરના નામે 19 સિક્સર છે. વોર્નરે 6 મેચમાં 19 સિક્સર ફટકારી છે.

સચિનના સૌથી વધુ 30 હજારથી વધારે રન

રોહિત શર્મા પહેલા સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે 34,357 રન બનાવ્યા છે. તે સિવાય કોહલીના 26,121 રન છે. ત્રીજા સ્થાને દ્રવિડ છે તેણે 24,064 જ્યારે ગાંગુલીએ 18,433 રન બનાવ્યા હતા.

કોહલીએ એક શરમજનક રેકોર્ડમાં સચિનની બરાબરી કરી

વર્લ્ડ કપમાં વિરાટ કોહલી પહેલીવાર શૂન્ય રને આઉટ થતા તેના પ્રશંસકો પણ નિરાશ થયા હતા. વિરાટે આ શરમજનક રેકોર્ડમાં ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. આજના શૂન્ય રન સાથે વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 34 વાર શૂન્ય રને આઉટ થયો છે. ભારતીય બેટ્સમેનોની આ યાદીમાં વીરેન્દ્ર સેહવાગ સામેલ છે જે 471 ઇનિંગમાં 31 વાર ઝીરો પર આઉટ થયો છે. વિરાટ વનડે વર્લ્ડ કપમાં હજુ સુધીમાં 32 ઇનિંગ રમ્યો છે. પણ તે પહેલીવાર શૂન્ય પર આઉટ થયો છે. 32 ઇનિંગમાં તેણે 3 સદી અને 9 અર્ધસદી સાથે 1384 રન બનાવ્યા છે.


  • Follow us on: