• T20 વર્લ્ડકપ 2024 વેસ્ટ ઈન્ડિઝ અને યુએસમાં યોજાશે
  • રોહિત T20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની કમાન સંભાળશે
  • રોહિત શર્માએ T20 વર્લ્ડકપ ટીમ પર આપી પ્રતિક્રિયા

T20 ક્રિકેટની શરૂઆત લગભગ 18 વર્ષ પહેલા ક્રિકેટમાં ઉત્સાહ વધારવા માટે કરવામાં આવી હતી. આ ફોર્મેટની લોકપ્રિયતાને જોઈને 2007માં પ્રથમ વખત T20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભારતે જીત્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં 8 T20 વર્લ્ડ કપ રમાઈ ચૂક્યા છે. જો કે, ટીમ ઈન્ડિયા ફરીથી ટાઈટલ જીતી શકી નથી. હવે આ સિઝનમાં ફરી T20 વર્લ્ડકપ રમાવાનો છે. જો કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાની કમાન કોણ સંભાળશે.

થોડા દિવસો પહેલા સુધી બધા વિચારી રહ્યા હતા કે સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે. જો કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં લગભગ 14 મહિના પછી T20માં વાપસી કરી હતી. રોહિતે આ સિરીઝની કપ્તાની સંભાળી અને મુલાકાતી ટીમનો સફાયો કર્યો હતો.

રોહિતે ફટકારી તોફાની સદી 

ત્રીજી T20માં રોહિત શર્માએ તોફાની સદી ફટકારી હતી અને ભારતની જીત બાદ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે કે તે T20 વર્લ્ડકપ 2024 માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે. તેણે એ પણ ખુલાસો કર્યો કે તેણે T20 વર્લ્ડકપ માટે 8 થી 10 ખેલાડીઓના નામ તૈયાર કર્યા છે. મેચ બાદ બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરતા રોહિત શર્માએ કહ્યું, "કેટલાક સક્ષમ ખેલાડીઓ આગામી T20 વર્લ્ડકપમાં બહાર બેસશે. આ આ રમતનો એક ભાગ છે. અમે T20માં ઘણા ખેલાડીઓને અજમાવ્યા, તેમાંથી કેટલાકે શાનદાર પ્રદર્શન કર્યું, પરંતુ જ્યારે જો મુખ્ય ટીમ પસંદ કરવામાં આવી છે, તેમને બહાર બેસવું પડશે."

રોહિત T20 વર્લ્ડકપની કપ્તાની કરશે

ભારતીય કેપ્ટને વધુમાં જણાવ્યું હતું કે આગામી વર્લ્ડકપ માટે અમારી પાસે 25 થી 30 ખેલાડીઓનું લિસ્ટ છે. જો કે, અમે હજુ સુધી વર્લ્ડ કપની ટીમ ફાઈનલ કરી નથી, પરંતુ મારા મગજમાં 8 થી 10 નામ છે. તે આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે. રોહિતના આ નિવેદનથી સ્પષ્ટ છે કે તે T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે અને તેણે પોતાની ટીમને લગભગ તૈયાર કરી લીધી છે.

  • Follow us on: