• ભારતીય ક્રિકેટ ટીમ જૂન મહિનામાં ICC T20 વર્લ્ડકપ ચેમ્પિયન્સ બન્યૂ
  • રોહિત ઉપરાંત કોહલી, બુમરાહ અને હાર્દિકનું શાનદાર પ્રદર્શન
  • રોહિત શર્માએ વર્લ્ડકપ જીતવાનો શ્રેય રાહુલ દ્રવિડને આપ્યો

ભારતીય ક્રિકેટ ટીમે જૂન મહિનામાં ICC T20 વર્લ્ડકપની ટ્રોફી જીતી હતી. ભારતીય ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. રોહિત શર્માએ પોતે ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ જીતનો શ્રેય અન્ય 3 લોકોને આપ્યો છે.

આ ખેલાડીઓએ કર્યું શાનદાર પ્રદર્શન

ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં રોહિત શર્મા અને તેના સાથી ખેલાડીઓનું મહત્વનું યોગદાન હતું. રોહિત શર્માએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પોતાની બેટિંગ સાથે શાનદાર પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું હતું. તે અફઘાનિસ્તાનના બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝ પછી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો હતો. આ સિવાય વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં પોતાની શાનદાર બેટિંગથી ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહે પોતાની બોલિંગથી ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે પણ ઐતિહાસિક કેચ લઈને ભારતને 11 વર્ષ બાદ ચેમ્પિયન બનાવવામાં યોગદાન આપ્યું હતું.

 

આમને આપ્યો વર્લ્ડકપ જીતવાનો શ્રેય

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડકપ જીતવાનો શ્રેય ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, BCCI પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર અને BCCI સેક્રેટરી જય શાહને આપ્યો. રોહિતે કહ્યું કે તેણે ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન મેળવવાના પ્રયાસમાં સંપૂર્ણ સમર્થન આપ્યું, જેના કારણે ભારત T20 વર્લ્ડકપનો ખિતાબ જીતી શક્યું. રોહિતે કહ્યું કે ટીમને એવી બનાવવી એ મારા માટે સપનું હતું કે તમામ ખેલાડીઓ પરિણામની ચિંતા કર્યા વિના મુક્તપણે રમી શકે. આ જરૂરી હતું. મને મારા ત્રણ સ્તંભો જે વાસ્તવમાં જય શાહ, રાહુલ દ્રવિડ અને અજીત અગરકર છે તેમની પાસેથી મને ઘણી મદદ મળી.

દેશવાસીઓનો માન્યો આભાર

રોહિત શર્માએ કહ્યું કે જ્યારે અમે વર્લ્ડ ચેમ્પિયન બન્યા ત્યારે આખા દેશે અમારી સાથે ઉજવણી કરી હતી. આ માટે તે દેશનો આભારી છે. T20 વર્લ્ડકપ જીતવો એ એક અહેસાસ છે જે દરરોજ નથી આવતો. દેશને અમારી પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા હતી.

  • Follow us on: