• મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ રોહિત શર્મા પાસેથી છીનવાઈ હતી
  • હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા બાદ ચાહકો ખૂબ જ નારાજ થયા હતા
  • ટીમની અંદરનો ખટરાગ ઓછો થતો જોવા મળી રહ્યો છે

IPL 2024 પહેલા સૌથી મોટો વિવાદ એ હતો કે મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ રોહિત શર્મા પાસેથી છીનવાઈ ગઈ હતી. હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા બાદ ચાહકો ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા હતા. જસપ્રીત બુમરાહને લઈને ઘણા સમાચાર અને તેની કેટલીક પોસ્ટ પણ સામે આવી હતી જેના કારણે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. પરંતુ હવે જ્યારે ટૂર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થવાની છે ત્યારે ટીમની અંદરનો ખટરાગ ઓછો થતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ ટીમના ફોટોશૂટનો ખુલાસો થયો હતો. હવે ફ્રેન્ચાઇઝીએ શૂટનો એક વીડિયો શેર કર્યો છે જેમાં હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, ઇશાન કિશન બધા એકસાથે ખુશ દેખાઈ રહ્યા છે.

MIએ વીડિયો શેર કર્યો છે

મુંબઈ ઈન્ડિયન્સના આ નવા વીડિયોમાં રોહિત શર્મા અને ઈશાન કિશન સાથે જોવા મળી રહ્યા છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે ઈશાન કિશન દ્વારા ટીમ ઈન્ડિયામાંથી પોતાનું નામ પાછું ખેંચ્યા બાદ રોહિત સહિત સમગ્ર ટીમ મેનેજમેન્ટ નારાજ છે. હવે આ નવા વીડિયોમાં રોહિત અને ઈશાન એકસાથે એન્જોય કરતા જોવા મળ્યા હતા. હાર્દિકથી નારાજ કહેવાતા જસપ્રીત બુમરાહ પણ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો પછી એવું લાગે છે કે દરેકે એકબીજાને માફ કરી દીધા છે, અણબનાવનો અંત લાવી દીધો છે અને સીઝન પહેલા ટીમ સ્પિરિટ બનાવી છે.


ચાહકોએ શાનદાર પ્રતિક્રિયા આપી

આ વીડિયો પોસ્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે, આ વીડિયો જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. અન્ય એક યુઝરે લખ્યું કે એવું લાગે છે કે હવે ટીમની અંદર દરેક ખુશ છે. જોકે કેટલાક યુઝર્સે સવાલ ઉઠાવ્યા હતા કે રોહિત અને પંડ્યાનો એક પણ પોઝ સાથે જોવા મળ્યો નથી. પરંતુ આ શૂટ દરમિયાન ઘણા ખેલાડીઓ સાથે હતા. ઈશાનને રોહિત સાથે મસ્તી કરતા જોઈને લાગતું હતું કે બધું બરાબર થઈ રહ્યું છે.

MIની મેચોનું શિડ્યૂલ

  • 24 માર્ચ- ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ, અમદાવાદ
  • 27 માર્ચ- સનરાઈઝર્સ હૈદરાબાદ વિ મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ
  • એપ્રિલ 1- મુંબઈ ઈન્ડિયન્સ વિ રાજસ્થાન રોયલ્સ, મુંબઈ
  • 7 એપ્રિલ- મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, મુંબઈ
  • Follow us on: