- ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને હરાવ્યું
- ભારતીય ટીમ 2-1થી સીરિઝ જીતવામાં સફળ રહી છે
- રોહિત અને કેએલ રાહુલનો ટ્રોફીનો વીડિયો થયો વાયરલ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝ રમાઈ હતી. ત્રણ મેચની સીરિઝમાં 27 સપ્ટેમ્બરના રોજ ભારતની 66 રને હાર થઈ હતી. તેમ છતા ભારતે 2-1 થી સીરિઝ પોતાના નામે કરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ જોવા મળી ટ્રોફી સાથે જોવા મળી રહ્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 ODI સીરિઝની ત્રીજી ODI રાજકોટમાં રમાઈ હતી. આ મેચમાં પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 66 રનથી હરાવ્યું હતું. જો કે, ભારતે આ સીરિઝની પ્રથમ બે મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ રીતે હાર છતાં ભારતીય ટીમ 2-1થી સીરિઝ જીતવામાં સફળ રહી છે. જો કે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલ જોવા મળી રહ્યા છે.










