• ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત પર રોહિત શર્મા ખુશ
  • ઈંગ્લેન્ડ સામેની આ સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી
  • રોહિત શર્માએ સરફરાઝના પ્રદર્શનને અંગે આપી પ્રતિક્રિયા

ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત પર કેપ્ટન રોહિત શર્મા ખુશ દેખાઈ રહ્યા છે. કેપ્ટનને તેના ખેલાડીઓ સાથે જે પ્રકારનો સંબંધ હોવો જોઈએ તે રોહિતની કેપ્ટનશીપમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને વધારવા માટે કેપ્ટને જે કામ કર્યું છે તેનાથી ખેલાડીઓનું મનોબળ વધ્યું છે. ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાને પોતાના પ્રદર્શનથી કેપ્ટનનું દિલ જીતી લીધું હતું. ઈંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચમાં બે બેવડી સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલે પણ ટીમમાં પ્રાણ પૂરવાનું કામ કર્યું, ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડ સામેની આ સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી છે, આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માએ જાડેજા અને તેણે સરફરાઝના પ્રદર્શનને લઈને મીડિયા સાથે વાત કરતા પોતાના વિચારો વ્યક્ત કર્યા.

સરફરાઝ પર રોહિતે શું કહ્યું?

ભારતીય કેપ્ટને કહ્યું કે સરફરાઝ ખાને ડોમેસ્ટિક ક્રિકેટમાં એટલો બધો અનુભવ મેળવ્યો છે કે ટીમ મેનેજમેન્ટે તેના ડેબ્યૂ પહેલા કોઈ યોજના અંગે ચર્ચા કરવાની જરૂર જણાતી નથી. મેં સરફરાઝને આટલી બેટિંગ કરતા જોયો નથી. પરંતુ મેં દરેક પાસેથી જે સાંભળ્યું છે તેના પરથી તેણે મુંબઈ માટે ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાં રન બનાવ્યા છે. રોહિતે વધુમાં કહ્યું, "તે રન માટે ભૂખ્યો છે અને છેલ્લા 4-5 વર્ષથી તે ઘરેલુ ક્રિકેટમાં સતત રન બનાવી રહ્યો છે, જેનો અર્થ છે કે તે કંઈક સારું કરી રહ્યો છે."

ભારતે રાજકોટમાં કમાલ કરી

રાજકોટ ટેસ્ટમાં લગભગ તમામ ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યાં કેપ્ટન રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં સદી ફટકારી હતી. સરફરાઝ ખાને ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર ડેબ્યુ કર્યું હતું. સરફરાઝ ઉપરાંત ધ્રુવ જુરેલે પણ પ્રથમ દાવમાં 46 રન બનાવ્યા હતા અને તે વિકેટ કીપિંગમાં પણ અસરકારક રહ્યો હતો. પ્રથમ દાવમાં ભારતની બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બીજી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે (214) ઝડપી બેવડી સદી ફટકારી હતી. શુભમન ગિલે પણ 91 રનની ખાસ ઇનિંગ રમી હતી. આ પછી સરફરાઝ ખાને પણ બેટિંગમાં પોતાની છાપ છોડી અને 72 બોલમાં 68 રન બનાવ્યા. જ્યારે બોલિંગમાં રવિન્દ્ર જાડેજાએ પાંચ બેટ્સમેનોનો પોતાની જાળમાં ફસાવ્યા હતા.

  • Follow us on: