• રોહિત શર્મા કેપ્ટન તરીકે સૌથી વધુ મેચ જીતનાર બીજા ભારતીય
  • T20 ઇન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે રોહિત શર્મા 37 મેચમાંથી 31 જીત્યા
  • કોહલીની કેપ્ટનશીપમાં 50 મેચમાંથી 30 મેચ જીત્યા

ટીમ ઈન્ડિયાએ હોંગકોંગ સામેની મેચમાં 40 રને જીત મેળવી હતી. હોંગકોંગ સામેની જીત સાથે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. રોહિત શર્મા હવે T20 ફોર્મેટમાં ભારતનો બીજો સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. રોહિતે આ મામલે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.

T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની 37 મેચમાં 31મી જીત છે. વિરાટ કોહલીની વાત કરીએ તો તેમણે 50 T20 મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી હતી જેમાં ભારતે 30 મેચ જીતી હતી. એમએસ ધોની T20 ઈન્ટરનેશનલમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. એમએસ ધોનીએ 72 ટી-20 મેચોમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ભારતે 41 મેચ જીતી હતી.

આ મામલે ધોની-મોઈન આગળ નીકળી ગયા હતા

રોહિતે કેપ્ટન તરીકે એશિયા કપમાં સતત સાતમી જીત હાંસલ કરી છે અને તે આવું કરનાર પ્રથમ કેપ્ટન પણ બની ગયો છે. આ કિસ્સામાં એમએસ ધોની અને મોઇન ખાન સંયુક્ત રીતે બીજા સ્થાને છે, જેમણે કેપ્ટન તરીકે એશિયા કપના ઇતિહાસમાં સતત છ જીત નોંધાવી છે. 2018 એશિયા કપમાં ભારતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં સતત પાંચ મેચ જીતી હતી. તો રોહિતની કપ્તાનીમાં ભારતે અત્યાર સુધીની બંને મેચ જીતી છે.

સુકાનીપદ હેઠળ રોહિતનું શાનદાર પ્રદર્શન

ગયા વર્ષે T20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ કેપ્ટનશિપ છોડી દીધી હતી, ત્યારબાદ રોહિત શર્મા T20માં ફુલ ટાઈમ કેપ્ટન બન્યો હતો. બાદમાં રોહિતને વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં પણ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ફુલ ટાઈમ કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માનો કેપ્ટનશીપનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે પરંતુ તે બેટથી સારું પ્રદર્શન કરી શક્યો નથી. હોંગકોંગ સામેની મેચમાં પણ રોહિત માત્ર 23 રન બનાવીને આઉટ થયો હતો.

T20 ઇન્ટરનેશનલમાં પણ 3500 રન પૂરા કર્યા

જો કે 21 રનની ટૂંકી ઇનિંગ્સ દરમિયાન રોહિતે એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો. રોહિત હવે T20 ઈન્ટરનેશનલમાં 3500 રનનો આંકડો પાર કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. રોહિત શર્માના હવે 134 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 3520 રન છે. ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ T20 ઈન્ટરનેશનલમાં 3487 રન સાથે બીજા નંબર પર છે.

રોહિત શર્મા હોંગકોંગ સામે તેની ટીમના પ્રદર્શનથી ખુશ દેખાયો. જો કે રોહિતે કહ્યું કે ટીમ બોલ સાથે થોડું સારું કરી શકી હોત કારણ કે ઝડપી બોલરોએ ઘણા રન આપ્યા હતા. શર્માએ કહ્યું, "અમે શરૂઆતથી જ ખૂબ સારી બેટિંગ કરી અને સારો સ્કોર મેળવ્યો. અમે સારી બોલિંગ કરી, પરંતુ અમે બોલ સાથે થોડું સારું કરી શક્યા હોત.'

  • Follow us on: