- ભારતની ઈનિંગ દરમિયાન એક બાળક સુરક્ષા કોર્ડન તોડીને સ્ટેડિયમમાં પ્રવેશ્યો
- બાળક કેપ્ટન રોહિત શર્માને ગળે વળગી ગયો
- રોહિતે બાળકને સજા ન આપવા આપીલ કરી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાયપુરમાં બીજી વનડે ખૂબ જ ઝડપથી સમાપ્ત થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી અને ન્યુઝીલેન્ડ યજમાન ટીમને માત્ર 109 રનનો ટાર્ગેટ આપવામાં સફળ રહી હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં 51 રનની ઈનિંગ રમી હતી જે દરમિયાન તેણે શાનદાર શોટ્સ પણ ફટકાર્યા હતા.
રોહિતે બાળકને સજા ન આપવા આપીલ કરી
રોહિત શર્મા જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેના માટે ફેન્સમાં ઘણો ક્રેઝ હતો. ભારતીય ઈનિંગ દરમિયાન એક બાળક સુરક્ષા કોર્ડન તોડીને સ્ટેડિયમમાં પ્રવેશ્યો અને કેપ્ટન રોહિત શર્માને ગળે વળગી ગયો હતો. જ્યારે ભારતીય ઈનિંગ્સની 10મી ઓવર ચાલી રહી હતી ત્યારે અચાનક મેદાનમાં હંગામો મચી ગયો હતો. એક બાળક દોડતો આવ્યો અને રોહિત શર્માને ગળે લગાવ્યો હતો. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ પણ બાળકને પકડવા આવ્યા પરંતુ રોહિત શર્માએ તેને સજા ન કરવાની અપીલ કરી હતી.
બીજી વનડેમાં રોહિત શર્માએ 51 રનની ઈનિંગ રમી હતી આ દરમિયાન તેણે 5 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી. રોહિત શર્મા લાંબા સમયથી સદીની રાહ જોઈ રહ્યો છે જ્યારે તેના બેટમાંથી સતત રન નીકળી રહ્યા છે.
જો રોહિત શર્માની વાત કરીએ તો બાળકોમાં તેની ઘણી ફેન ફોલોઈંગ છે. આ સિરીઝની શરૂઆતમાં પણ એક ફેન રોહિત શર્માને મળવા આવ્યો હતો અને ભારતીય કેપ્ટનને જોઈને ખૂબ રડવા લાગ્યો હતો. રોહિત શર્મા તેની નજીક પહોંચી ગયો અને તેના ગાલ પણ ખેંચ્યા હતા.
જો રોહિત શર્માના રેકોર્ડની વાત કરીએ તો તેણે અત્યાર સુધી વનડેમાં 240 મેચમાં 9681 રન બનાવ્યા છે તેની પાસે 29 સદી અને 48 અડધી સદી છે. રોહિત શર્માએ ODI ક્રિકેટમાં અત્યાર સુધીમાં 267 સિક્સ ફટકારી છે જે કોઈપણ ભારતીય દ્વારા સૌથી વધુ છે.