• પ્રેસ કોન્ફરન્સમાં રોહિતનો પત્રકાર અંદાજ જોવા મળ્યો
  • રિપોર્ટર બની રોહિતે અજિંક્ય રહાણેને પ્રશ્નો પૂછ્યા
  • પ્રશ્નો વચ્ચે અચાનક જ મેદાનમાંથી ભાગી ગયા હતા

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા રોહિત શર્મા રિપોર્ટર બનીને અજિંક્ય રહાણેને સવાલો પૂછી રહ્યો હતો, પરંતુ વરસાદે દસ્તક દેતા તેને મેદાન છોડીને દોડવું પડ્યું હતું. 

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા હાલમાં ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે, જ્યાં 12મી જુલાઈથી ટેસ્ટ સીરિઝ શરૂ થઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની ફની સ્ટાઈલ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ પહેલા જોવા મળી હતી. આ સિરીઝ પહેલા રોહિત શર્મા એક રિપોર્ટર તરીકે જોવા મળ્યા હતા અને વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેને સવાલો પૂછ્યા હતા. જોકે, તેણે ટૂંક સમયમાં જ મેદાન છોડીને ભાગવું પડ્યું હતું. 

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પોતાની ફની સ્ટાઈલ ક્યારેય છોડતા નથી. કેપ્ટન બન્યા બાદ પણ રોહિત સાથી ખેલાડીઓને સાથે મજાક કરતા રહે છે. આવું જ કંઈક વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ (WI vs IND) પર થયું હતું. બુધવારથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાશે. તે પહેલા ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા. પ્રેસ કોન્ફરન્સનું આયોજન મેદાનમાં જ કરવામાં આવ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા પણ ત્યાં ઊભા હતા.

રોહિત શર્માએ રાહણેને પ્રશ્નો પૂછ્યા
પત્રકારો રહાણેને પૂછી રહ્યા હતા કે રોહિત પણ સવાલો પૂછવા લાગ્યો. રોહિતે પૂછ્યું- તમે ઘણી વખત વેસ્ટ ઈન્ડિઝ આવ્યા છો. તમે આ વિકેટો પર ઘણું ક્રિકેટ રમ્યું છે. ઘણા રન પણ બનાવ્યા. જે નવા છોકરાઓ આવ્યા છે તેઓને તમે શું કહેવા માંગો છો? તેઓએ શું કરવું જોઈએ? આના જવાબમાં અજિંક્ય રહાણેએ કહ્યું, 'વેસ્ટ ઈન્ડિઝમાં દરેક માટે મારો સંદેશ છે કે અહીં એક બેટ્સમેન તરીકે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે.'

પ્રેસ કોન્ફરન્સમાં વરસાદ આવ્યો
રોહિત શર્માએ ફરી પૂછ્યું - અહીં એકદમ ઠંડુ વાતાવરણ છે. ક્રિકેટર માટે કામ પર ફોકસ રહેવું કેટલું જરૂરી છે. 5 વાગ્યા પછી શું કરવું તેઓ પણ પછી વિચારશે. અજિંક્ય રહાણે તેનો જવાબ આપી રહ્યા હતા કે વરસાદ આવી ગયો છે. આ પછી પણ રહાણેની વાત થઈ રહી હતી. આના પર રોહિત શર્માએ કહ્યું- ચાલ, હવે અહીંથી નીકળી જા અને તે પોતે પણ હસતા હસતા બહાર નીકળી ગયા.

ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની શરૂઆત
ભારતીય ટીમ આ સીરિઝ સાથે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ​​ચક્રની પણ શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા છેલ્લી બંને સીરિઝમાં ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ ત્યાં હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ ભારત માટે આસાન પડકાર માનવામાં આવે છે. પરંતુ રોહિત શર્મા તેને હળવાશથી લેવાની ભૂલ ન કરી શકે.

  • Follow us on: