- ટી20માં રોહિત રાશિદ સામે ચાર વખત આઉટ થઈ ચૂક્યો છે
- રોહિત શર્માને લેગ સ્પિનર રાશિદ ખાન સામે રમવામાં રોહિતને મુશ્કેલી
- ભારત અને અફઘાનિસ્તાનની મેચ અંગે સમર્થકોમાં ઘણો ઉત્સાહ
રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો અને તે હેઝલવૂડના અંદર આવતા બોલમાં આઉટ થયો હતો. અફઘાનિસ્તાન સામે પણ તેની સામે મોટો પડકાર છે. લેગ સ્પિનર રાશિદ ખાન સામે રમવામાં રોહિતને મુશ્કેલી નડે છે. બંને આઇપીએલમાં આમનેસામને થયા છે અને રાશિદે દરેક વખતે મેદાન માર્યું હતું. આઇપીએલમાં રાશિદે રોહિત સામે 26 બોલ નાખ્યા છે અને માત્ર 29 રન બનાવવા દીધા હતા. આ દરમિયાન રોહિત ચાર વખત આઉટ થયો હતો. તેની રાશિદ સામેની સરેરાશ માત્ર 7.2ની રહી છે. રોહિતે ટી20માં રાશિદના આઠ બોલમાં રોહિતે બે સિક્સર વડે 20 રન બનાવ્યા હતા. દિલ્હીમાં બંને પ્રથમ વખત વન-ડેમાં આમનેસામને થશે.
IPLમાં કોહલી અને નવીન વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી










