• વર્લ્ડ કપમાં ભારત પોતાની છઠ્ઠી લીગ મેચ ઇંગ્લેન્ડ સામે લખનઉમાં રમવાની છે

  • રોહિત શર્મા મેચમાં ઊતરશે ત્યારે આ તેની 100મી મેચ રહેશે
  • રોહિત ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં ભારતની 99 મેચમાં કેપ્ટનશિપ કરી ચૂક્યો છે

ભારતે વન-ડે વર્લ્ડ કપમાં પોતાની છઠ્ઠી લીગ મેચ ઇંગ્લેન્ડ સામે લખનઉમાં રમવાની છે જે 29મી ઓક્ટોબરે રમાશે. આ મેચમાં રોહિત શર્મા સુકાની તરીકે ઇંગ્લેન્ડ સામે જ્યારે મેદાનમાં ઊતરશે ત્યારે આ તેની 100મી મેચ રહેશે. રોહિત ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં ભારતની 99 મેચમાં કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. આ ઉપરાંત રોહિત ઇંગ્લેન્ડ સામેની મેચમાં પોતાના 18 હજાર ઇન્ટરનેશનલ રન પણ પૂરી કરી શકે છે. રોહિતની કેપ્ટનશિપ હેઠળ ભારતે 73 મુકાબલા જીત્યા છે અને 23માં પરાજય મળ્યો છે. બે મેચ ટાઇ રહી હતી.રોહિતના વિજયનો રેશિયો 73.73નો રહ્યો છે. તેણે સુકાની તરીકે બે એશિયા કપ, નિદાહસ ટ્રોફી અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે.

રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 18 હજાર રનના આંકડા સુધી પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડ સામે જો તે 47 રન બનાવશે તો તે આ માઈલસ્ટોન પાર કરી લેશે. રોહિત ત્રણેય ફોર્મેટમાં અત્યાર સુધી 456 મેચની 476 ઇનિંગ્સમાં 17,953 રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન તેણે કુલ 45 સદી અને 98 અડધી સદી ફટકારી છે.


  • Follow us on: