- રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ
- જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ
- ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય
IPL 2024ની 24મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થઈ રહ્યો છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. GTના પ્લેઇંગ-11માં બે ફેરફાર કરવામાં આવ્યા છે. વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો હતો. 17મી સિઝનમાં RRનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન રહ્યું છે. ટીમે તમામ 4 મેચ જીતી છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે 5માંથી માત્ર 2 મેચ જીતી છે.
ગુજરાતનું પલડું ભારે
બંને ટીમો વચ્ચેના હેડ ટુ હેડ આંકડા પર નજર કરીએ તો ગુજરાત ટાઇટન્સનો દબદબો જોવા મળી રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન GTએ 4 જીત મેળવી છે. બીજી તરફ રાજસ્થાન માત્ર 1 મેચ જીત્યું છે. આવી સ્થિતિમાં આજે RR હારનું માર્જિન ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
બંને ટીમોની પ્લેઈંગ-11
રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન(wk/c), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ
ઇમ્પેક્ટ પ્લેયર: રોવમન પોવેલ, તનુષ કોટિયન, શુભમ દુબે, કેશવ મહારાજ, નવદીપ સૈની
ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ(c), સાઈ સુદર્શન, વિજય શંકર, અભિનવ મનોહર, મેથ્યુ વેડ(wk), રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સ્પેન્સર જોનસન, નૂર અહેમદ, મોહિત શર્મા
ઇમ્પેક્ટ પ્લેયર: બી.આર. શરથ, શાહરૂખ ખાન, દર્શન નલકાંડે, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, માનવ સુથાર