- રિધમ-ચીમાની મિક્સ ટીમે 10 મીટર એર પિસ્તોલમાં સિલ્વર જીત્યો
- ક્વોલિફિકેશનમાં ભારતીય જોડી 631.3 પોઇન્ટ સાથે બીજા ક્રમે રહી હતી
- રિધમ સાંગવાન તથા અર્જુનસિંહ ચીમાની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ
અનુભવી શૂટર રુદ્રાક્ષ પાટિલ અને મેહુલી ઘોષની જોડીએ 10 મીટર એર રાઇફલ મિક્સ ટીમ ઇવેન્ટમાં જીતીને ભારતને શૂટિંગ એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરમાં પાંચમો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ભારતીય શૂટર્સે ફાઇનલમાં શેન યુફાન અને ઝૂ મિંગશૂઆઇની ચાઇનીઝ જોડીને 16-10ના સ્કોરથી પરાજય આપ્યો હતો. ક્વોલિફિકેશનમાં ભારતીય જોડી 631.3 પોઇન્ટ સાથે બીજા ક્રમે રહી હતી. યુફાન અને મિંગશુઆઇએ 632.3 પોઇન્ટ સાથે ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. રિધમ સાંગવાન તથા અર્જુનસિંહ ચીમાની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ
ઇવેન્ટમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. ફાઇનલમાં તેમનો વિયેતનામના ફામ ક્વાંગ હુ અને ત્રિન્હ થૂ વિન્હની જોડી સામે 11-17ના સ્કોરથી પરાજય થયો હતો. રિધમ અને ચીમાની જોડી ક્વોલિફિકેશન રાઉન્ડમાં 582 પોઇન્ટ સાથે ટોચના ક્રમે રહી હતી. સોમવારે ભારતના અન્ય શૂટર વરુણ તોમર અને ઇશાસિંહે મેન્સ તથા વિમેન્સ 10 મીટર એર પિસ્તોલની વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને ચાલુ વર્ષે પેરિસ ખાતે યોજાનારી ઓલિમ્પિકમાં બે ક્વોટા અપાવ્યા હતા.










