• રિષભ પંતે 48 બોલમાં ફાસ્ટેસ્ટ સદી નોંધાવી હતી

  • તેણે પોતાની હોમ ટીમ આસામ માટે છત્તીસગઢ સામે આક્રમક સદી ફટકારી હતી
  • રણજી ટ્રોફી ગ્રૂપ-બીની મેચમાં તેણે 56 બોલમાં સદી પૂરી કરી હતી

આઇપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગે રણજી ટ્રોફીમાં શાનદાર દેખાવ કર્યો છે. તેણે પોતાની હોમ ટીમ આસામ માટે છત્તીસગઢ સામે આક્રમક સદી ફટકારી હતી. રણજી ટ્રોફી ગ્રૂપ-બીની મેચમાં તેણે 56 બોલમાં સદી પૂરી કરી હતી. તેણે 12 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. પરાગે રણજી ટ્રોફીના

ઇતિહાસની બીજી ફાસ્ટેસ્ટ સદી નોંધાવી હતી. તે 87 બોલમાં 155 રન બનાવીને આઉટ થયો હતો. પરાગે સદી ફટકારી હોવા છતાં તેની આસામની ટીમને પરાજયનો સામનો કરવો પડયો હતો.

રણજી ટ્રોફીના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ સદીના મામલે રિષભ પંત પ્રથમ સ્થાને છે. પંતે દિલ્હી માટે 2016માં ઝારખંડ સામે 48 બોલમાં સદી ફટકારી દીધી હતી. નમન ઓઝાએ 2015માં મધ્ય પ્રદેશ માટે 69 બોલમાં સદી પૂરી કરી હતી. તેણે કર્ણાટક સામે 81 બોલમાં 115 રન બનાવ્યા હતા. ઉત્તર પ્રદેશના એકલવ્ય ત્રિવેદીએ 2014-15માં આક્રમક બેટિંગ કરીને રેલ્વે સામે 72 બોલમાં સદી ફટકારી હતી. તેણે કુલ 102 રન બનાવ્યા હતા. રણજી ટ્રોફીમાં ફાસ્ટેસ્ટ સદીના મામલે પંત પાંચમા ક્રમે પણ છે. તેણે 2016-17માં ઝારખંડ સામે 82 બોલમાં સદી ફટકારી હતી. તે 106 બોલમાં 117 રન બનાવીને આઉટ થયો હતો.


  • Follow us on: