- સચિન તેંડુલકર આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવ્યો
- સચિન અને અંજલિ તેંડુલકર પહેલીવાર 1990માં મુંબઈ એરપોર્ટ પર મળ્યા હતા
- સચિને પોતાની ક્રિકેટ કારકિર્દીમાં એવી સિદ્ધિઓ હાંસલ કરી
વિશ્વ ક્રિકેટના ઈતિહાસના મહાન બેટ્સમેનોમાંથી એક ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આજે પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સચિને પોતાની ક્રિકેટ કારકિર્દીમાં એવી સિદ્ધિઓ હાંસલ કરી છે કે, આજ સુધી દુનિયાનો કોઈ બેટ્સમેન હાંસલ કરી શક્યો નથી. આજે પણ તેની ગણતરી વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાં થાય છે.

સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ થયો હતો. તે અને અંજલિ તેંડુલકર પહેલીવાર 1990માં મુંબઈ એરપોર્ટ પર મળ્યા હતા. સચિન ઈંગ્લેન્ડ પ્રવાસ પરથી પરત ફરી રહ્યો હતો અને અંજલિ તેની માતાને લેવા એરપોર્ટ પર આવી હતી. સચિન અને અંજલિ ટૂંક સમયમાં મિત્રો બની ગયા અને એક મિત્રના ઘરે મળેલી મુલાકાતે તેમને નજીક લાવ્યા. અંજલિ તે સમયે મેડિકલ સ્ટુડન્ટ હતી. સચિનને સમજવા માટે તેણે ક્રિકેટ શીખવાનું શરૂ કર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સચિને ખરેખર અંજલિને તેના પરિવાર સાથે ફરી મળવા માટે પહેલીવાર ખોટું બોલ્યું હતું. સચિન તેંડુલકરે પરિવારની સામે અંજલિને પત્રકાર કહી હતી. સચિન અને અંજલિની નિકટતા ધીમે ધીમે સગાઈ અને પછી લગ્નમાં પરિણમી. બંનેએ 5 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 24 મે 1995ના રોજ લગ્ન કર્યા હતા. સચિન તેંડુલકરની નેટવર્થ આશરે $150 મિલિયન હોવાનો અંદાજ છે. તેનો પરિવાર બાંદ્રા સ્થિત એક આલીશાન મકાનમાં રહે છે.

માસ્ટર બ્લાસ્ટરનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ દાદર મુંબઈમાં રમેશ અને રજની તેંડુલકરના ઘરે થયો હતો. તેમના પિતા સ્વર્ગસ્થ રમેશ તેંડુલકર મરાઠી નવલકથાકાર અને કવિ હતા. તેની માતા વીમા કંપનીમાં કામ કરતી હતી અને તે રમેશ તેંડુલકરની બીજી પત્ની હતી. સચિન નામ રમેશના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મન પરથી લેવામાં આવ્યું હતું. સચિનને બાળપણથી જ પિતા સાથે ગાઢ સંબંધ હતો.

રમેશ તેંડુલકર પ્રભાદેવીની કીર્તિ કોલેજમાં પ્રોફેસર પણ હતા. તે તેના પિતાની અગમચેતી અને વિચારની સ્વતંત્રતા હતી જેણે 11 વર્ષના સચિનને તેના જુસ્સાને અનુસરવા માટે શાળા બદલવાની મંજૂરી આપી.