- દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરનો રેકોર્ડ તૂટી શકે
- બિહારનો 13 વર્ષનો ક્રિકેટર તોડશે સચિનનો રેકોર્ડ!
- ખેલાડીની ભારતની અંડર-19 ટીમમાં પસંદગી કરવામાં આવી
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરનો રેકોર્ડ તૂટી શકે છે. તેનો રેકોર્ડ બિહારનો 13 વર્ષનો ક્રિકેટર તોડી શકે છે. આ ખેલાડીની તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ક્રિકેટ શ્રેણી માટે ભારતની અંડર-19 ટીમમાં પસંદગી કરવામાં આવી છે. બિહારના આ ક્રિકેટરે રણજી ટ્રોફીમાં પણ પોતાના શાનદાર પ્રદર્શનથી તરખાટ મચાવી દીધો છે.
બિહારનો આ ખેલાડી તોડશે સચિનનો રેકોર્ડ!
સચિન તેંડુલકર ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી છે. તેણે 16 વર્ષની ઉંમરમાં ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. ત્યારે બહુ ઓછા લોકોને આશા હતી કે કોઈ ખેલાડી સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડી શકશે. પરંતુ હવે બિહારના ક્રિકેટરને જોઈને એવું લાગી રહ્યું કે, સચિન તેંડુલકરનો આ રેકોર્ડ તોડી શકે છે.
ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો
આ 13 વર્ષનો ક્રિકેટર બિહારનો વૈભવ સૂર્યવંશી છે. જેને ઓસ્ટ્રેલિયા સામેની ક્રિકેટ શ્રેણી માટે વૈભવની પસંદગી કરવામાં આવી છે. તેને 2 ચાર દિવસીય ટેસ્ટ મેચ માટે ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. વૈભવ બિહારના સમસ્તીપુરનો રહેવાસી છે. તે એક શક્તિશાળી ડાબા હાથના બેટ્સમેન તરીકે ઓળખાય છે.
રણજી ટ્રોફીમાં 13 વર્ષની ઉંમરઆમ ડેબ્યૂ કર્યું
રણજી ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરવાનો રેકોર્ડ વૈભવ સૂર્યવંશીના નામે છે. તેણે રણજી ટ્રોફીમાં 13 વર્ષ અને 5 મહિનાની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. વૈભવ અગાઉ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે ભારતની અંડર-19બી ટીમ સાથે મેચ રમ્યો હતો. જેમાં તેણે 5 મેચમાં 177 રન બનાવ્યા હતા. તે જ સમયે, વૈભવે આસામમાં આયોજિત અંડર-19 વિનુ માંકડ ટ્રોફીમાં બિહાર તરફથી રમતા વિવિધ રાજ્યો સામે 360 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 99.70 હતી.
સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે!
વૈભવના પ્રદર્શનને જોતા એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં અંડર-19 ક્રિકેટ દ્વારા IPL અને ટીમ ઈન્ડિયાની સિનિયર ટીમમાં પોતાની જગ્યા બનાવી શકે છે. આવી સ્થિતિમાં તે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે.
ઓસ્ટ્રેલિયા સામે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત
સોહમ પટવર્ધન (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, નિત્યા પંડ્યા, વિહાન મલ્હોત્રા, કાર્તિકેય કેપી, સમિત દ્રવિડ, અભિજ્ઞાન કુંડુ અને હરવંશ સિંહ પંગાલિયા (વિકેટ કીપર), ચેતન શર્મા, સમર્થ એન, આદિત્ય રાવત, નિખિલ કુમાર, અનમોલજીત સિંહ અને આદિત્ય સિંહ. મોહમ્મદ અનન