સુદર્શન પરિવારનો રમત સાથે ખુબ લાંબો સંબંધ છે. સુદર્શન તમિલનાડુનો રહેવાસી છે. તેના પિતા એથલેટિક્સમાં સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. સુદર્શનની માતા પણ વોલિબોલ ખેલાડી રહી ચુકી છે અને તમિલનાડુ તરફથી રમી પણ ચુકી છે. IPLની 2024ની પહેલી જ મેચમાં ગુજરાતનો ખેલાડી સાંઈ સુદર્શન ધમાલ માચાવી રહ્યો છે. તો આજે આપણે તેના પરિવાર વિશે જાણીએ.


ભારદ્વાજ સાઈ સુદર્શનનો જન્મ 15 ઓક્ટોબર 2001ના રોજ તમિલનાડુમાં થયો હતો. જે સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડુ માટે અને IPLમાં ગુજરાત ટાઇટન્સ માટે રમે છે. એપ્રિલ 2022માં વિજય શંકર ઈજાને કારણે મેચમાંથી બહાર થઈ ગયા પછી તેણે IPLમાં ડેબ્યુ કર્યું હતુ. સુદર્શનના પિતા એથ્લેટ હતા જેમણે ઢાકામાં સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યારે તેમની માતા રાજ્ય સ્તરની વોલીબોલ ખેલાડી હતી.

IPL કરિયર

IPL કરિયની વાત કરીયે તો સુદર્શનને25 મેચમાં 47.00ની એવરેજથી 1034 રન બનાવ્યા હતા. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે IPL ફાઇનલમાં 96 રન બનાવ્યા હતા, પરંતુ તેની ટીમ ગુજરાત ટાઇટન્સ તે મેચ હારી ગઈ હતી. લિસ્ટ એ ક્રિકેટમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો હતો. સુદર્શનની ખાસ વાત છે તેની બેટિંગ સ્ટાઈલ, જેની પાસે અનઑર્થોડોક્સ શોર્ટ છે. જે ક્લાસિક શઓર્ટથી રનનો ઢગલો કરે છે.

અંડર-10 ચેલેન્જર ટ્રોફીમાં ઈન્ડિયા-એ માટે 2019-20માં યશસ્વી જ્યસ્વાલની સાથે ઓપનિંગ કરી ચૂક્યો છે. તેનું IPLમાં શાનદાર સ્કોર રહ્યો છે. ગુજરાતની ટીમ તરફથી IPLમાં ડેબ્યુ કર્યું હતુ.

સુદર્શનનું ODI કરિયર

સાંઈ સુદર્શનની ODI કરિયર જોઈએ તો 3 મેચમાં 127 રન કર્યા છે. જ્યારે IPLમાં 14 મેચમાં 552 રન બનાવ્યા છે.4 જુલાઈ 2023ના રોજ સુદર્શનને 2023 ACC ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ માટે ભારત A ટીમમાં હતો. 14 જુલાઇ 2023 ના રોજ સુધરસનને ભારતની ટીમ માટે સ્ટેન્ડબાય ખેલાડીઓમાંના એક તરીકે નામ આપવામાં આવ્યું હતું

19 જુલાઇ 2023ના રોજ ઇમર્જિંગ એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં A સાંઈ સુદર્શને 110 બોલમાં 104 રન ફટકારીને ભારત Aને શાનદાર જીત અપાવી. સાંઈ સુદર્શનની માત્ર બેટિંગમાં જ રસ નથી, તે ટીમ માટે જરૂર પડ્યે ઉપયોગી બોલર પણ છે. સુદર્શન બોલર તરીકે લેગ સ્પિનર છે. બંગાળ સામેની વિજય હજારે ટ્રોફીની મેચમાં મુરુગન અશ્વિનની ગેરહાજરીમાં જ્યારે ટીમને લેગ સ્પિનરની જરૂર હતી ત્યારે તેણે આગળ આવીને વિકેટ લીધી હતી.

  • Follow us on: