• ભારત સરકારે ભારતીય કુસ્તી સંઘને કર્યુ સસ્પેન્ડ
  • સસ્પેન્શન બાદ સંજયસિંહની પહેલી પ્રતિક્રિયા
  • કહ્યું હું ફ્લાઇટમાં હતો

ભારતીય કુસ્તી સંઘ પર રમત મંત્રાલયની કાર્યવાહી સામે સંજય સિંહ જૂથ કોર્ટમાં જઈ શકે છે. સંજય સિંહ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે આ મામલાને કાયદાકીય રીતે ઉઠાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. અમે રમતગમત મંત્રાલયના સસ્પેન્શનના નિર્ણય સામે લડીશું. અમારી લીગલ ટીમ આના પર કામ કરી રહી છે. ત્યારે આ મામલે સંજયસિંહની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.

શું કહ્યું સંજયસિંહે ?

[[$googlead]]

કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ની નવી ચૂંટાયેલી બોડીને સસ્પેન્ડ કરવા પર અંગે હમણા જ WFI પ્રમુખ તરીકે ચૂંટાયેલા સંજયસિંહનું રાંચી એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓને ભારત સરકારના નિર્ણય અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે હું ફ્લાઇટમાં હતો. મને હજી સુધી કોઇ પત્ર મળ્યો નથી. હા મે એ સાંભળ્યુ છે કે સરકારે WFI પર સસ્પેન્ડ લગાવી દીધો છે. પરંતુ મને પત્ર મળ્યા બાદ જ હું આ અંગે કમેન્ટ કરી શકીશ.

[[$alsoread]]

બ્રિજભૂષણ સિંહ જેપી નડ્ડાને મળવા આવ્યા હતા

આ દરમિયાન WFIના પૂર્વ પ્રમુખ અને કૈસરગંજના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા પહોંચ્યા છે. સૂત્રોનું માનીએ તો જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ તેઓ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.

સંજય સિંહને 40 મત મળ્યા હતા

રેસલિંગ એસોસિએશનની ચૂંટણીમાં દાવ પર લાગેલી 15 જગ્યાઓમાંથી, બ્રિજ ભૂષણ દ્વારા સમર્થિત 13 ઉમેદવારો જીત્યા હતા. ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોસિયેશનના ઉપાધ્યક્ષ વારાણસીના સંજય સિંહને 40 વોટ મળ્યા, જ્યારે તેમની સામે ઉભેલી કોમનવેલ્થ ગેમ્સ વિજેતા કુસ્તીબાજ અનિતા શિયોરાનને સાત વોટ મળ્યા. અનીતાને આંદોલનકારી બજરંગ, વિનેશ અને સાક્ષીએ ટેકો આપ્યો હતો. જોકે, રેલ્વે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડના સેક્રેટરી પ્રેમચંદ લોચબ, જે આંદોલનકારી કુસ્તીબાજોની છાવણીમાંથી માનવામાં આવે છે અને હરિયાણાના ઉદ્યોગપતિ દેવેન્દ્ર સિંહ કડિયાને વરિષ્ઠ ઉપપ્રમુખ પદ પર જીત મેળવી હતી. પ્રેમચંદે દર્શન લાલને 27-19 મતોથી અને દેવેન્દ્રએ આઈડી નાણાવટીને 32-15 મતથી હરાવ્યા હતા.


  • Follow us on: