રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ખિતાબના દુકાળનો અંત આણ્યો હતો. આ ટુર્નામેન્ટ માટે વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન પણ ટીમની ટીમનો ભાગ હતો, પરંતુ તેને ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ રમવાની તક મળી ન હતી. સંજુ વર્લ્ડ કપમાં એક પણ મેચ રમી શક્યો નહોતો. હવે સંજુ સેમસને કેપ્ટન રોહિત શર્મા વિશે મોટો ખુલાસો કર્યો છે.

સંજુ ફાઈનલમાં રમવામનો હતો..!

સંજુ સેમસન T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની ટીમનો ભાગ હતો પરંતુ તેણે આખી ટૂર્નામેન્ટ બેન્ચ પર બેસીને વિતાવી. હવે સંજુ સેમસને પોડકાસ્ટ પર વાત કરતા કહ્યું, “મને ફાઈનલ રમવાનો મોકો મળ્યો. મને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું અને હું તૈયાર થઈ ગયો. પરંતુ ટોસ પહેલા, તેમણે તે જ XI સાથે વળગી રહેવાનું નક્કી કર્યું. વોર્મ-અપ દરમિયાન, રોહિત નિર્ણય સમજાવવા માટે મને એક બાજુ લઈ ગયો. તેણે પૂછ્યું, 'તમે સમજ્યા ને?'

https://twitter.com/lorris03/status/1848562570451452230

રોહિત શર્માને અફસોસ થયો

સંજુએ વધુમાં કહ્યું કે રોહિત શર્મા થોડા સમય પછી મારી પાસે આવ્યો અને કહ્યું કે હું જાણું છું કે તમે મનમાં મને કોસ કરી રહ્યા છો. મેં તેને કહ્યું કે એક ખેલાડી તરીકે હું રમવા માંગુ છું. આવી ક્ષણોમાં પર્ફોર્મ કરવાનું મારું સપનું હતું.

https://twitter.com/Brutu24/status/1848029088029741432

ફાઇનલમાં પણ રોહિત શર્માએ પાછલી મેચની પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું હતું. જો કે ફાઈનલ મેચમાં રિષભ પંતની જગ્યાએ સંજુને તક મળી શકી હોત, જે બન્યું નહીં અને ફાઈનલ મેચમાં પંત ફ્લોપ સાબિત થયો. આ મેચમાં પંત ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો.