• સંજુ સેમસન પ્રથમ વનડેમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન હતો
  • મેદાનમાં સંજુની જર્સી મેદાનમાં જોવા મળી હતી
  • જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

ભારતીય વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. તેમ છતાં પણ મેદાનમાં સંજુની જર્સી મેદાનમાં જોવા મળી હતી. જેની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર પ્રથમ ODI રમાઈ હતી, જેમાં ભારતે 5 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપર તરીકે પસંદ કર્યો હતો. જ્યારે સંજુ સેમસનને બેન્ચ ગરમ કરવી પડી હતી. પરંતુ સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં સંજુ સેમસન બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે.


સૂર્યાએ પહેરી હતી સંજૂની જર્સી

વાસ્તવમાં, મેચમાં ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગ માટે સંજુ સેમસનની જર્સી પહેરીને બહાર આવ્યો હતો. સૂર્યાને સંજુની જર્સી પહેરેલી જોઈને ચાહકો સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઓપનર શુભમન ગિલની વિકેટ પડ્યા બાદ સૂર્યા ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. સંજુ સેમસનની જર્સી પહેરીને સૂર્યાએ 25 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 19 રનની ઇનિંગ રમી હતી.

જોકે, સૂર્યકુમાર યાદવ સંજુ સેમસનની જર્સી પહેરીને મેદાનમાં શા માટે આવ્યો તે બહાર આવ્યું નથી. સૂર્યાએ સંજુની જર્સી પહેરીને બેટિંગ કર્યા બાદ ફિલ્ડિંગ કરી હતી. તે જ સમયે, વિકેટકીપર તરીકે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ઈશાન કિશને સારું બેટિંગ પ્રદર્શન રજૂ કરતાં અડધી સદી ફટકારી હતી. ઈશાને 46 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 52 રનની ઈનિંગ રમી હતી.

મુકેશ કુમારે ODI ડેબ્યુ કર્યું હતું

મુકેશ કુમાર માટે જુલાઈ મહિનો અદ્ભુત હતો. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી પ્રથમ વનડે દ્વારા વનડેમાં ડેબ્યુ કર્યું હતું. આ પહેલા તેણે ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જે તેની આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ મેચ હતી.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ મુકેશ કુમારની બોલિંગની પ્રશંસા કરી અને કહ્યું, “મુકેશ શાનદાર હતો, તે બોલને સારી ગતિએ સ્વિંગ કરી શકતો હતો. જોઈને આનંદ થયો, તે શું ઑફર કરી શકે છે, હવે તેને ડોમેસ્ટિકમાં વધુ ન રાખવામાં આવે."

  • Follow us on: