બેંગલુરુ ટેસ્ટમાં ભારતને પરાજય મળ્યો, પરંતુ સરફરાઝ ખાને પોતાની બેટિંગથી ફેંસના દિલ જીતી લીધા હતા. પ્રથમ ઈનિંગમાં સરફરાઝ ખાન ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો, પરંતુ બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી દીધી હતી. સરફરાઝ ખાને બીજી ઈનિંગમાં 150 રન બનાવી લીધા હતા. તેને પોતાની ફર્સ્ટ ઈનિંગમાં 14 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. સરફરાઝ ખાને સેન્ચ્યૂરીથી ક્રિકેટ દિગ્ગ્જોને પ્રભાવિત કર્યા હતા. પંરતુ સદી પછી તેના પિતાનું શું રિએક્શન હતું. આ વાત બાદમાં જાણવા મળી..

મળતી માહિતી અનુસાર, સરફરાઝ ખાનના પિતાને સરફરાઝે સંઘર્ષ કરતા જોયા છે. જેથી તેણે અથાક મહેનત ચાલુ રાખી છે. સરફરાઝ ખાનની સદી બાદ પિતા પોતાની ભાવનાઓ પર કાબુ રાખી શક્યા ન હતા. સૂર્યકુમાર યાદવ કહે છે કે સરફરાઝ ખાનના પિતાએ તેમના પુત્ર માટે દિવસ-રાત મહેનત કરી હતી, તેણે ઘણો પરસેવો વહાવ્યો હતો. હવે આખરે પિતાની મહેનતનું ફળ મળી રહ્યું છે.

સરફરાઝ ખાનના પિતા રડયા
જો કે સરફરાઝ ખાનની શાનદાર સદી છતાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં સમેટાયા બાદ ભારતે બીજી ઈનિંગમાં 462 રન બનાવ્યા હતા. સરફરાઝ ખાન સિવાય રિષભ પંતે 99 રનની ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 70 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 52 રનની સારી ઇનિંગ રમી હતી. મળતી માહિતી અનુસાર, આ વર્ષે સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. સરફરાઝ ખાને અત્યાર સુધી 4 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં સરફરાઝ ખાને 77.78ની સ્ટ્રાઈક રેટ અને 58.33ની એવરેજથી 350 રન બનાવ્યા છે. સરફરાઝ ખાનના નામે આ ફોર્મેટમાં એખ સદી ઉપરાંત 3 અડધી સદી પણ છે.