- વિશ્વના છઠ્ઠા ક્રમાંકિત ખેલાડીને હરાવ્યો
- જોર્ગિક ડાર્કોને 3-1થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો
- વિશ્વના ટોપ-10માં સામેલ બીજા ખેલાડીને આપી માત
ભારતના ટેબલ ટેનિસ ખેલાડી જી. સાથિયાને ક્રોએશિયામાં રમાઈ રહેલી ડબ્લ્યૂટીટી કન્ટેન્ડર ટૂર્નામેન્ટમાં વિશ્વના છઠ્ઠા ક્રમાંકિત તથા વર્તમાન યુરોપિયન ચેમ્પિયન જોર્ગિક ડાર્કોને 3-1થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. આ સાથે સાથિયાને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો હતો. ભારતીય પેડલરે સ્લોવેનિયાના ખેલાડી સામે 6-11, 12-10, 11-9, 12-10થી વિજય હાંસલ કર્યો હતો. સાથિયાને વિશ્વના ટોપ-10માં સામેલ બીજા ખેલાડી સામે યાદગાર વિજય મેળવ્યો છે. સાથિયાને 2019ની એશિયન ચેમ્પિયનશિપમાં જાપાનના પાંચમા ક્રમાંકિત તોમાકાજુ હરિમોતાને હરાવ્યો હતો.
