• એશિયા કપ પહેલાં પાકિસ્તાને ટીમમાં કર્યો ફેરફાર
  • સઉદ શકીલને ટીમમાં આપ્યું સ્થાન
  • તૈયબ તાહિરને ટ્રાવેલ રિઝર્વ પ્લેયર જાહેર કર્યો
એશિયા કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત 30 ઓગસ્ટે પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મેચથી થશે. આ પહેલાં પાકિસ્તાને પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. પાકિસ્તાને એશિયા કપ માટે પોતાની ટીમમાં સઉદ શકીલને સામેલ કર્યો છે. સાથે તૈયબ તાહિર, જે પહેલાં ટીમમાં સામેલ હતો, તેને હવે ટ્રાવેલ રિઝર્વ પ્લેયર જાહેર કર્યો છે.
2023 એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ- 
બાબર આઝમ(કેપ્ટન), શાબાદ ખાન(ઉપ-કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફહીમ અશરફ, ફખર જમાન, હારિસ રઉફ, ઈફ્તિખાર અહમદ, ઈમામ-ઉલ-હક, મોહમ્મદ હારિસ(વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), મોહમ્મદ વસીમ જૂનિયર, નસીમ શાહ, સલમાન અલી આગા, સઉદ શકીલ, શાહીન અફરીદી, ઉસામા મીર અને તય્યબ તાહિર (ટ્રાવેલ રિઝર્વ ખેલાડી)

એશિયા કપ 2023નું શિડ્યૂલ
તારીખટીમસ્થળ
30 ઓગસ્ટ પાકિસ્તાન Vs નેપાળમુલ્તાન
31 ઓગસ્ટબાંગ્લાદેશ Vs શ્રીલંકાકેન્ડી
2 સપ્ટેમ્બરપાકિસ્તાન Vs ભારત કેન્ડી
4 સપ્ટેમ્બરભારત Vs નેપાળકેન્ડી
5 સપ્ટેમ્બરઅફઘાનિસ્તાન Vs શ્રીલંકાલાહોર
સુપર- 4
તારીખટીમસ્થળ
6 સપ્ટેમ્બર A1 Vs B2લાહોર
9 સપ્ટેમ્બરB1 Vs B2કોલંબો
10 સપ્ટેમ્બરA1 Vs A2કોલંબો
12 સપ્ટેમ્બર A2 Vs B1કોલંબો
14 સપ્ટેમ્બર A1 Vs B1 કોલંબો
15 સપ્ટેમ્બરA2 Vs B2કોલંબો
આ મેચનું ટાઈમિંગ શું હશે?
એશિયા કપ 2023ની તમામ મેચ પાકિસ્તાન અને શ્રીલંકામાં રમવામાં આવશે. ભારતીય ટીમ પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમશે. આ ઉપરાંત ફાઈનલ મેચની મેજબાની શ્રીલંકા કરશે. એશિયા કપની મેચ કેન્ડી, મુલ્તાન, લાહોર અને કોલંબોમાં રમવામાં આવશે. પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મેચ 30 સપ્ટેમ્બર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે, જ્યારે બાંગ્લાદેશ અને શ્રીલંકાની મેચ 31 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે કેન્ડીમાં રમવામાં આવશે. ભારત-પાકિસ્તાનની મેચ 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં 1 વાગ્યે શરૂ થશે. સાથે અફઘાનિસ્તાન-શ્રીલંકાની મેચ 5 સ્ટેમ્બરે બપોરે 3.30 વાગ્યે લાહોરમાં રમવામાં આવશે. એશિયા કપ 2023ના મેચ વનડે ફોર્મેટમાં રમવામાં આવશે. ગત વર્ષે T-20 વર્લ્ડકપના કારણે એશિયા કપનું ફોર્મેટ 20-20 ઓવરનું કરવામાં આવ્યું હતું.
  • Follow us on: