• સૌરાષ્ટ્રની ટીમે પશ્વિમ બંગાળને 9 વિકેટથી હરાવ્યું
  • જયદેવ ઉનડકટે 9, ચેતન સાકરીયાએ 6 વિકેટ ઝડપી
  • છેલ્લી 3 રણજી ટ્રોફીમાંથી 2માં સૌરાષ્ટ્ર બન્યું ચેમ્પિયન

રણજી ટ્રોફી ફાઈનલ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ રહી હતી. સૌરાષ્ટ્ર ટીમના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતીને બંગાળને પ્રથમ બેટિંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ઉનડકટ અને સાકરીયાની જબરદસ્ત બોલિંગ સામે બંગાળ ટીમ ઝડપથી સમેટાઈ ગઈ હતી.


[[$googlead]]

[[$alsoread]]

સોરાષ્ટ્રની ટીમ ચોથી વાર ચેમ્પિયન બની

સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ચાલી રહેલી રણજી ટ્રોફની ફાઈનલ મેચમાં બંગાળ સામે જીત મેળવી સૌરાષ્ટ્ર ચોથી વાર રણજી ટ્રોફી ટુર્નામેન્ટની ચેમ્પિયન બની છે. ત્રણ દાયકા બાદ ફરી બંગાળની ટીમ ચેમ્પિયન બનવામાં નિષ્ફળ ગઈ છે. આ પહેલા સૌરાષ્ટ્રની ટીમ વર્ષ 2019–20 , 1943-44 , 1936-37માં રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું.જ્યારે વર્ષ 1937-38, 2012–13, 2015–16, 2018–19માં સૌરાષ્ટ્રની ટીમ રનર અપ રહી હતી. આમ રણજી ટ્રોફીમાં સોરાષ્ટ્રની ટીમ ચાર વાર ચેમ્પિયન અને ચાર વાર રનર અપ રહ્યું છે.

જયદેવ ઉનડકટે-ચેતન સાકરીયાનું દમદાર પ્રદર્શન

ભારતીય બોલર અને સોરાષ્ટ્ર ક્રિકેટ ટીમનો કેપ્ટન જયદેવ ઉનડકટ જીતનો હીરો રહ્યો છે. તેણે ફાઈનલ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. તેની કેપ્ટનશિપમાં સોરાષ્ટ્ર 2 રણજી ટ્રોફી અને 1 વિજય હજારે ટ્રોફી જીત્યું છે.


અર્પિત વસાવડા પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ

સૌરાષ્ટ્રનો રેગ્યુલર સુકાની જયદેવ ઉનડકટ ટીમ ઇન્ડિયામાં રમી રહ્યો હોવાના કારણે ટીમની કેપ્ટનશિપ લેફ્ટ આર્મ બેટર અર્પિત વસાવડા કરી રહ્યો હતો. તેણે આ સિઝનનો પ્લેયર ઑફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે આ સિઝનમાં 15 ઇનિંગ્સમાં 75.58ની એવરેજથી 907 રન ફટકાર્યા હતા. તેની મેચ વિનિંગ ઇનિંગના કારણે ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી અને અંતિમ મુકાબલામાં સુકાની જયદેવ ઉનડકટની વાપસી બાદ ટીમ સૌરાષ્ટ્ર ચેમ્પિયન બની હતી. 

  • Follow us on: