- બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- બાંગ્લાદેશ માત્ર 1 મેચ જીત્યું
- સાઉથ આફ્રિકાની 2 મેચમાં થઈ છે જીત
બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાની રને જીત થઈ છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ સાઉથ આફ્રિકાએ 50 ઓવર બાદ 5 વિકેટના નુકસાને 382 રન બનાવ્યા હતા. જેથી બાંગ્લાદેશને જીત માટે 383 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમમાં સૌથી વધુ 111 બોલમાં 111 રન મોહમુદુલ્લાહે કર્યા છે, જ્યારે તંઝીદ હસન 17 બોલમાં 12 રન કરીને, લિટ્ટન દાસ 44 બોલમાં 22 રન કરીને, નઝમુલ હુસેન શાંતો 1 બોલમાં શૂન્ય, કેપ્ટન શાકિબ અલ હસન 4 બોલમાં 1 અને મુશ્ફીઝુર રહેમાન 17 બોલમાં 8 રન, મહેદી હસન મિરાજ 19 બોલમાં 11 રન, નસુમ અહેમદ 19 બોલમાં 19, હસન મહેમુદ 25 બોલમાં 15, મુસ્તફીઝુર રહેમાને 21 બોલમાં 11 રન અને શોરીફુલ ઈસ્લામે 4 બોલમાં 6 રન કર્યા છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવમાં આવે તો, કેશવ મહારાજે 10 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ, કગિસો રબાડાએ 10 ઓવરમાં 42 રન આપીને 2 વિકેટ, ગેરાલ્ડ કોએત્ઝીએ 10 ઓવરમાં 62 રન આપીને 3 વિકેટ, લિઝાદ વિલિયમ્સે 8.5 ઓવરમાં 56 રન આપીને 2 અને માર્કો જાનસને 8 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ લીધી છે.
બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં બીજી ઈનિંગની 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ બાંગ્લાદેશે 6 વિકેટના નુકસાને 93 રન બનાવ્યા છે. બાંગ્લાદેશનો ઓપનર તંઝીદ હસન 17 બોલમાં 12 રન કરીને, લિટ્ટન દાસ 44 બોલમાં 22 રન કરીને, નઝમુલ હુસેન શાંતો 1 બોલમાં શૂન્ય, કેપ્ટન શાકિબ અલ હસન 4 બોલમાં 1 અને મુશ્ફીઝુર રહેમાન 17 બોલમાં 8 રન અને મહેદી હસન મિરાજ 19 બોલમાં 11 રન કરીને આઉટ થયો છે. અત્યારે બાંગ્લાદેશ માટે મહમુદુલ્લાહ 44 બોલમાં 28 રન કરીને અને નસુમ અહેમદ 4 બોલમાં 1 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. સાઉથ આફ્રિકાના બોલરની વાત કરવામાં આવે તો, માર્કો જાનસને 5 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ, લિઝાદ વિલિયમ્સે 6 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ, ગેરાલ્ડ કોએત્ઝીએ 4 ઓવરમાં 17 રન આપીને 1 વિકેટ, કગિસો રબાડાએ 5 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ અને કેશવ મહારાજે 5 ઓવરમાં 10 રન આપીને 1 વિકેટ લીધી છે.
સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપ મેચની બીજી ઈનિંગ શરૂ થઈ છે. જેથી બાંગ્લાદેશના ઓપનર તંઝીદ હસન અને લિટ્ટન દાસ બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ સાઉથ આફ્રિકાએ 5 વિકેટના નુકસાને 282 રન બનાવ્યા છે. જેથી બાંગ્લાદેશને જીત માટે 283 રનનો ટાર્ગેટ મળ્યો છે.
સાઉથ આફ્રિકાની ઈનિંગ
બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાં 50 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 50 ઓવર બાદ સાઉથ આફ્રિકાએ 5 વિકેટના નુકસાને 382 રન બનાવ્યા છે. જેથી બાંગ્લાદેશને જીત માટે 383 રનનો ટાર્ગેટ મળ્યો છે. સાઉથ આફ્રિકા માટે સૌથી વધુ ક્વિંટન ડી કોકે 140 બોલમાં 174 રન કર્યા છે, જ્યારે રીઝા હેંડ્રિક્સે 19 બોલમાં 12, રાસી વેન ડેર ડુસેને 7 બોલમાં 1, કેપ્ટન એડન માર્કરમે 69 બોલમાં 60, હેનરિક ક્લાસેને 49 બોલમાં 90 રન અને ડેવિડ મિલરે 15 બોલમાં અણનમ 34 રન કર્યા છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, મહેદી હસન મિરાજે 9 ઓવરમાં 44 રન આપીને 1 વિકેટ, શોરીફુલ ઈસ્લામે 9 ઓવરમાં 76 રન આપીને 1, શાકિબ અલ હસને 9 ઓવરમાં 69 રન આપીને 1, હસમ મહેમુદે 6 ઓવરમાં 67 રન આપીને 2 વિકેટ લીધી છે. આ ઉપરાંત મુસ્તફિઝુર રહેમાને 9 ઓવરમાં 76, નસુમ અહેમદે 5 ઓવરમાં 27 અને મહમુદુલ્લાહે 3 ઓવરમાં 20 રન આપ્યા છે.
સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડકપ મેચમાં 25 ઓવરની રમત પૂર્ણ થઈ છે. 25 ઓવર બાદ સાઉથ આફ્રિકાએ 2 વિકેટના નુકસાને 131 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકાનો ઓપનર રીઝા હેંડ્રિક્સ 19 બોલમાં 12 રન કરીને અને રાસી વેન ડેર ડુસેન 7 બોલમાં 1 રન કરીને આઉટ થયો છે. અત્યારે સાઉથ આફ્રિકા માટે ક્વિંટન ડીકોક 72 બોલમાં 74 રન કરીને અને કેપ્ટન એડન માર્કરમ 52 બોલમાં 41 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. બાંગ્લાદેશના બોલરની વાત કરવામાં આવે તો, મહેદી હસન મિરાજે 7 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ અને શોરીફુલ ઈસ્લામે 3 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત મુસ્તફિઝુર રહેમાને 2 ઓવરમાં 10, શાકિબ અલ હસને 4 ઓવરમાં 22, હસન મહેમુદે 2 ઓવરમાં 22, નસુમ અહેમદે 4 ઓવરમાં 17 અને મહમુદુલ્લાહે 3 ઓવરમાં 20 રન આપ્યા છે.
સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડકપની મેચ શરૂ થઈ છે. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિંટન ડી કોક અને રીઝા હેંડ્રિક્સ ઓપનિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આજની મેચ બાંગ્લાદેશ માટે ખુબ મહત્વની છે. જો બાંગ્લાદેશ આજની મેચ હારશે, તો તેના માટે સેમીફાઈનલમાં પહોંચવું મુશ્કેલ બની શકે છે.
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી
ICC વનડે વર્લ્ડકપ 2023ની 23મી મેચ આજે બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ માટે ટોસ થયો છે. જે સાઉથ આફ્રિકાએ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા અત્યાર સુધી 4-4 મેચ રમ્યા છે. જેમાંથી સાઉથ આફ્રિકાની 3 અને બાંગ્લાદેશની માત્ર 1 મેચમાં જીત થઈ છે.
ICC વનડે વર્લ્ડકપ 2023ની 23મી મેચ આજે સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ રમાશે. આ બંને ટીમ અત્યાર સુધી 4-4 મેચ રમી છે. જેમાં સાઉથ આફ્રિકાની 1 મેચમાં અને બાંગ્લાદેશની 3 મેચમાં હાર થઈ છે. જો બાંગ્લાદેશ આજની મેચ હારશે, તો સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બનશે.
પિચ રિપોર્ટ
મુંબઈની વાનખેડેની પિચ બેટ્સમેનો માટે મદદરૂપ રહી છે. બાઉન્ડ્રી નાની હોવાને કારણે અહીં ઘણા ફોર અને સિક્સ જોવા મળે છે. આ મેદાન પર સરેરાશ સ્કોર 240 રનનો રહ્યો છે. જેથી આજની મેચ હાઈ સ્કોરિંગ થવાની અપેક્ષા છે. જેથી ટોસ જીતનારો કેપ્ટન આ પિચ પર બોલિંગ પસંદ કરી શકે છે.
સાઉથ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને
આફ્રિકાની ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કુલ 4 મેચ રમી છે. આ દરમિયાન તેણે ત્રણ મેચ જીતી છે જ્યારે એક મેચમાં તેને ઉલટફેરનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં સાઉથ આફ્રિકાની ટીમ 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશી ટીમ ચારમાંથી માત્ર એક મેચ જીતી શકી છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
સાઉથ આફ્રિકા-ક્વિંટન ડી કોક(વિકેટકીપર), રીઝા હેંડ્રિક્સ, રાસી વેન ડેર ડુસેન, એડન માર્કરમ(કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કગિસો રબાડા, લિઝાદ વિલિયમ્સ
બાંગ્લાદેશ- તંઝીદ હસન, લિટ્ટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન(કેપ્ટન) મેહીદી હસન મિરાજ, મુશ્ફિકુર રહીમ(વિકેટકીપર), મહમુદુલ્લાહ નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ, હસન મહેમુદ