• ધોની આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે
  • ધોનીનો રેકોર્ડ તોડવો કોઈપણ કેપ્ટન માટે આસાન નથી
  • ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 350 વનડે રમી છે

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ધોનીએ પોતાની કારકિર્દી દરમિયાન ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા. તેનો રેકોર્ડ તોડવો કોઈપણ કેપ્ટન માટે આસાન નહીં હોય. ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો હતો. ધોનીના જન્મદિવસ પર વીરેન્દ્ર સેહવાગે એક રસપ્રદ ટ્વિટ કર્યું છે. તેણે માહીના નંબર 7 કનેક્શન વિશે ટ્વિટ કર્યું છે.

સેહવાગે એક ટ્વિટ કર્યું છે. જેમાં 4 ફોટા છે. તેણે તસવીરો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘સૂર્યદેવ પાસે તેમના દિવ્ય રથને ખેંચવા માટે 7 ઘોડા છે. ઋગ્વેદમાં વિશ્વના 7 ભાગો, 7 ઋતુઓ અને 7 ગઢનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંગીતમાં 7 સૂર છે. લગ્નના 7 ફેરા અને દુનિયામાં 7 અજાયબીઓ છે. 7મો દિવસ અને 7મો મહિનો - હેપ્પી બર્થડે મહેન્દ્ર સિંહ ધોની.

ધોની અને સેહવાગ ટીમ ઈન્ડિયા તરફથી રમી ચૂક્યા છે. આ બંનેને લઈને અનેક પ્રકારના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ ખાસ વાત એ છે કે સેહવાગે ધોનીના જન્મદિવસ પર ટ્વિટ કરીને ફેન્સનું દિલ જીતી લીધું હતું. સેહવાગના ટ્વિટને માત્ર એક કલાકમાં લગભગ 40 હજાર લોકોએ લાઈક કર્યું. આ સાથે સેંકડો લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

મહત્વપૂર્ણ છે કે, ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 350 વનડે રમી છે, જેમાં તેણે 10773 રન બનાવ્યા છે. ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટમાં 6 સદી અને વનડેમાં 10 સદી ફટકારી છે. તેણે ભારત માટે 98 ટી20 મેચો પણ રમી છે જેમાં તેણે 1617 રન બનાવ્યા છે.

  • Follow us on: