• અંડર-19 મહિલા વર્લ્ડ કપમાં UAE સામે શેફાલી વર્માની ફટકાબાજી
  • 12 ચોગ્ગા 4 છગ્ગાની મદદથી 34 બોલમાં 78 રન ફટકાર્યા
  • દ.આફ્રિકા સામે 16 બોલમાં 45 રનની તોફાની ઇનિંગ રમી હતી

શેફાલી વર્માની આગેવાનીમાં અંડર-19 મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ કમાલ પ્રદર્શન કરી રહી છે. ટીમની કપ્તાન વિરોધી ટીમો પર કહેર બનીને વરસી રહી છે. તેણે પહેલી બે મેચોમાં જ દમદાર પ્રદર્શન કરતા અનુક્રમે 45 અને 78 રન ફટકાર્યા હતા.


[[$googlead]]

[[$alsoread]]

શેફાલી વર્માની ફટકાબાજી

ભારતીય મહિલા ટીમની કેપ્ટન શેફાલી વર્માનું અંડર-19 મહિલા વર્લ્ડ કપમાં તોફાની પ્રદર્શન જારી છે. UAE વિરૂદ્ધ આ યુવા જમણા હાથની બેટ્સમેને માત્ર 34 બોલમાં 78 રન બનાવ્યા હતા. ભારતની આ બીજી મેચ છે. આ દરમિયાન હરિયાણાની શેફાલીએ 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. એવું લાગતું હતું કે તે આસાનીથી સદી ફટકારી દેશે, પરંતુ 9મી ઓવરના પહેલા બોલ પર સિક્સર અને પછીના બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ તે આઉટ થઈ ગઈ હતી.


U19 મહિલા વર્લ્ડ કપમાં પ્રથમ શતકીય ભાગીદારી

શેફાલી વર્મા અને શ્વેતા સેહરાવતે સાથે મળીને અંડર-19 મહિલા વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ સદીની ભાગીદારી નોંધાવી હતી. પ્રથમ મેચમાં પણ શેફાલીનું બેટ જોરદાર ચાલ્યું હતું. દક્ષિણ આફ્રિકા સામે તેણે માત્ર 16 બોલમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાના આધારે 45 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન એક ઓવરમાં સતત 5 ચોગ્ગા અને એક સિક્સર ફટકારવામાં આવી હતી.

  • Follow us on: