• સસરા બન્યા પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ આફરીદી
  • કોરોના અને લોકડાઉનના કારણે લગ્ન નહોતા થઈ શક્યા
  • બે મહિનામાં ભારત-પાકિસ્તાનના 5 ક્રિકેટર્સે લગ્ન કર્યા


ક્રિકેટ વર્લ્ડમાં અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે. પાકિસ્તાન ટીમના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફરીદી પણ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. શાહીને પૂર્વ પાકિસ્તાની કપ્તાન શાહિદ આફરીદીની દીકરી અંશા સાથે લગ્ન કરી લીધા છે. શાહીન અને અંશાના લગ્ન 3 ફેબ્રુઆરીના કરાંચીમાં થયા હતા. આ લગ્નમાં પાકિસ્તાન ટીમના કપ્તાન બાબર આઝમ, શાદાબ ખાન અને પૂર્વ કપ્તાન સરફરાજ અહેમદ સહિત અનેક સ્ટાર પ્લેયર સામેલ થયા હતા. આ લગ્નની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.


બે વર્ષ પહેલા થઈ હતી શાહીનની સગાઈ

શાહીન આફરીદી અને અંશાની સગાઈ બે વર્ષ પહેલા જ થઈ ગઈ હતી. કોરોના અને લોકડાઉનના કારણે લગ્ન નહોતા થઈ શક્યા. હવે ખૂબ ધામધૂમથી સિટી ઑફ લાઇટ તરીકે જાણીતા કરાંચી શહેરમાં આ લગ્ન થયા હતા. શાહીન અને મહેમાનોના અનેક ફોટોઝ વાયરલ થયા છે.


બે મહિનામાં આ ક્રિકેટર્સે પણ લગ્ન કર્યા

ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટમાં અત્યારે ધમાકેદાર અંદાજમાં લગ્ન સિઝન ચાલી રહી છે. છેલ્લા બે મહિનામાં ભારતીય-પાકિસ્તાની ટીમના 5 સ્ટાર ક્રિકેટર્સ લગ્નના બંધનમાં બંધાયા છે. ગત મહિને પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફે મોડલ મુજ્ના મસૂદ સાથે લગ્ન કર્યા હતા. તેના પછી પાકિસ્તાનના જ બેટ્સમેન શાન મસૂદે લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ નિશા ખાન સાથે લગ્ન કર્યા જ્યારે શાદાબ ખાને પાકિસ્તાન ટીમના કોચ સકલેન મુશ્તાકની દીકરી સાથે લગ્ન કર્યા હતા.


પછી એક દિવસ એવો પણ આવ્યો જ્યારે ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટમાં એક સાથે શરણાઇઓ વાગી. 23 જાન્યુઆરીના ભારતીય પ્લેયર કેએલ રાહુલ અને પાકિસ્તાની ઓલરાઉન્ડર શાદાબ ખાને લગ્ન કર્યા. રાહુલે પોતાની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી સાથે સાત ફેરા લીધા. તેના પછી ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે પણ 26 જાન્યુઆરીના મેહા પટેલ સાથે લગ્ન કર્યા.

  • Follow us on: