- આર. પ્રેમાદાસ સ્ટેડિયમમાં ભારત-પાક વચ્ચે હાઈવોલ્ટેજ મેચ
- બીજી ઓવરમાં શાહીન આફ્રિદીએ ભારતને આપ્યું જીવનદાન
- શાહીન આફ્રિદી નસીમ શાહના બોલ પર ગિલનો કેચ છોડ્યો
એશિયા કપમાં સુપર-4 તબક્કાની આજે બીજી મેચ રમાઈ રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેઝ મેચમાં મેચની બીજી ઓવરના પહેલા બોલ પર શાહીન આફ્રિદીએ એવી ભૂલ કરી હતી જેની કોઈને અપેક્ષા પણ નહોતી. તેણે નસીમ શાહના બોલ પર શુભમન ગિલનો કેચ છોડ્યો હતો.
એશિયા કપ 2023ના સુપર-4માં ભારત અને પાકિસ્તાન આમને-સામને છે. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાને શુભમન ગિલ અને રોહિત શર્માએ સારી શરૂઆત અપાવી હતી. બીજી ઓવરના પહેલા જ બોલ પર ભારતને ફટકો પડ્યો હોત, પરંતુ શાહીન શાહ આફ્રિદીએ નસીમ શાહના બોલ પર શુભમન ગિલનો કેચ છોડ્યો હતો. ગિલ અહીં ખાતું ખોલાવ્યા વિના રમી રહ્યા હતા. આ પછી ગિલે બંને બોલરો પર ભાર પડ્યા હતા.
આઉટ જતા બોલ પર શુભમન ગીલે ચોગ્ગો ફટકાર્યો હતો
બીજી ઓવર નાખવા આવેલા નસીમ શાહના પહેલા બોલ પર શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો હતો. બોલ ઓફ સ્ટમ્પની બહાર હતો અને હિટ થયા બાદ તે થર્ડ સ્લિપની ઉપર ગયો હતો. નસીમના બોલમાં પેસ હતી તેથી બેટની કિનારી લીધા બાદ બોલ સીધો થર્ડ અમ્પાયર પાસે પહોંચ્યો હતો. જ્યાં શાહીન શાહ આફ્રિદી હાજર હતો.
શાહીન શાહ તૈયાર નહોતો
બોલ હવામાં ફંગોળાતા શાહીન શાહ પાસે પહોંચ્યો હતો. પરંતુ અહીં શાહીન શાહ આ માટે તૈયાર નહોતો. તે એક્શનમાં આવ્યો ત્યાં સુધીમાં બોલ પડી ગયો હતો. આ રીતે શાહીન શાહ આફ્રિદીએ નસીમ શાહના બોલ શુભમન ગીલનો કેચ છોડ્યો હતો.