• ટીમમાં ફેરફાર કરીશું અને જીત તરફ આગળ વધીશું: આફ્રિદી

  • આફ્રિદી પસંદગી સમિતિના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા
  • PCB ચીફના પદ પર રમીઝ રાજાને હટાવી નજમ સેઠીને જવાબદારી સોપી

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ફરી એકવાર ક્રિકેટમાં એન્ટ્રી કરી છે. આ વખતે શાહિદ આફ્રિદી ક્રિકેટર તરીકે નહીં પરંતુ પસંદગીકાર તરીકે નિમણૂક થઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ શનિવારે શાહિદ આફ્રિદીને રાષ્ટ્રીય પસંદગી સમિતિના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ સમિતિમાં શાહિદ આફ્રિદી ઉપરાંત અબ્દુલ રઝાક, રાવ ઈફ્તિખાર અંજુમ, હારૂન રાશિદને પણ સામેલ કરવામાં આવ્યા છે.

PCB ચીફના પદ પર રમીઝ રાજાને હટાવી નજમ સેઠીને જવાબદારી સોપી

તાજેતરમાં પાકિસ્તાન ક્રિકેટમાં ઘણા ફેરફારો થયા છે, રમીઝ રાજાને PCB ચીફના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જ્યારે નજમ સેઠીને PCB ચીફ બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ પસંદગી સમિતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનને તાજેતરમાં ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડના હાથે ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. જે બાદ પાકિસ્તાન ક્રિકેટમાં હલચલ મચી ગઈ હતી. જેના કારણે છે પસંદગી સમિતિમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

આફ્રિદી પસંદગી સમિતિના વચગાળાના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમ સેઠીએ કહ્યું કે શાહિદ આફ્રિદી ખૂબ જ આક્રમક ક્રિકેટર છે, તેની પાસે બે દાયકાનો અનુભવ છે. શાહિદ આફ્રિદી ટીમને આગળ લઈ જવા માટે કામ કરશે અને આવનારા દિવસોમાં આવનારા પડકારોનો સામનો કરવા માટે ટીમને તૈયાર કરી શકશે. પસંદગી સમિતિના અધ્યક્ષ બન્યા બાદ શાહિદ આફ્રિદીએ કહ્યું કે પીસીબીએ મને આ જવાબદારી આપી છે, જેના માટે હું ખૂબ આભારી છું. અમે ફરીથી ટીમમાં ફેરફાર કરીશું અને જીત તરફ આગળ વધીશું.


  • Follow us on: