બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન હાલમાં ઈન્ડિયામાં છે, જ્યાં તે ટેસ્ટ સિરીઝનો ભાગ છે. આ ટેસ્ટ સિરીઝ આ મહિનાના અંતમાં સમાપ્ત થશે અને બાંગ્લાદેશી ટીમ પોતાના દેશ પરત જશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું શાકિબ અલ હસન પણ દેશ પરત ફરશે? બાંગ્લાદેશ પરત ફર્યા બાદ શાકિબની ધરપકડ થશે?


આ સવાલ એટલા માટે ઉભો થઈ રહ્યો છે કારણ કે બાંગ્લાદેશને આવતા મહિને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ રમવાની છે, જેમાં શાકિબની ભાગીદારી અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. આવા સમયે BCBએ શાકિબને દેશમાં પરત ફરવાની અપીલ કરી છે અને ખાતરી આપી છે કે બાંગ્લાદેશ પરત ફરવા પર તેને કોઈપણ રીતે હેરાન કરવામાં આવશે નહીં.

બાંગ્લાદેશમાં ઉથલપાથલ

ગત મહિને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સરકારના પતન બાદથી દેશમાં ઉથલપાથલ ચાલી રહી છે. શાકિબ અલ હસન આ વર્ષની શરૂઆતમાં હસીનાની અવામી લીગ પાર્ટીમાંથી સાંસદ બન્યા હતા અને સરકારનો ભાગ પણ હતા. થોડા દિવસો બાદ આંદોલનકારી વિદ્યાર્થીના મોતના મામલામાં 147 લોકો સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો અને શાકિબને પણ તેમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. આનાથી બધા ચોંકી ગયા. શાકિબ તે સમયે બાંગ્લાદેશમાં હાજર ન હતો પરંતુ આ સમગ્ર ઘટના બાદથી તે પોતાના દેશ પરત આવ્યો નથી.

BCBએ કરી જાહેરાત

જ્યારથી શાકિબ અલ હસન વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે શું તેની બાંગ્લાદેશ પરત ફરતી વખતે ધરપકડ કરવામાં આવશે? આ ડરને કારણે હજુ પણ શાકિબના બાંગ્લાદેશ પરત ફરવા અંગે શંકા છે અને આ શંકા અને ડરને દૂર કરવા માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારી શહરયાર નફીસે એક અપીલ જારી કરી છે. મંગળવારે નફીસે ઢાકામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શાકિબ અલ હસન દેશ પરત ફરશે અને તેને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

બાંગ્લાદેશી બોર્ડમાં ક્રિકેટ ઓપરેશનના વડા નફીસે જણાવ્યું હતું કે દેશની ઈન્ટરીમ સરકારના મુખ્ય સલાહકાર, કાયદાકીય સલાહકાર અને રમત સલાહકારે શાકિબના કેસમાં સ્થિતિ એકદમ સ્પષ્ટ કરી દીધી છે કે તેને અથવા કોઈને પણ બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવશે નહીં.

'


  • Follow us on: