• બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનો વર્લ્ડ રેકોર્ડ
  • T20માં 2000 રન 100 વિકેટ લેનાર એકમાત્ર ખેલાડી બન્યો
  • શાકિબે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં બનાવ્યો આ રેકોર્ડ

બીજી T20માં ભલે વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશ સામે 35 રનથી જીત મેળવી હોય, પરંતુ બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને T20 ઈન્ટરનેશનલમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. શાકિબ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસમાં 100 કે તેથી વધુ વિકેટ અને 2000 રનનો રેકોર્ડ બનાવનાર પ્રથમ ઓલરાઉન્ડર બની ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં શાકિબે બેટિંગ કરતા 52 બોલમાં 68 રનની અણનમ ઈનિંગ રમી હતી, જ્યારે બોલિંગ દરમિયાન તે 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

શાકિબ સૌથી સફળ ઓલરાઉન્ડર

અત્યાર સુધી શાકિબ 2005માં 98 T20 ઈન્ટરનેશનલ મેચમાં રન અને કુલ 120 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં પોતાની અડધી સદી સાથે તેણે કારકિર્દીના 2000 રન પૂરા કર્યા. આ સિવાય શાકિબ બાંગ્લાદેશનો બીજો એવો ક્રિકેટર બની ગયો છે જેના નામે T20 ઇન્ટરનેશનલમાં 2000 રન છે. શાકિબ પહેલા આ કારનામું બાંગ્લાદેશ માટે મહમુદુલ્લાહ રિયાદે કર્યું હતું.


T20માં બાંગ્લાદેશની હાર

જો બીજી T20ની વાત કરીએ તો, પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 193 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે રોવમેન પોવેલ ધમાકેદાર અને 28 બોલમાં 68 રન બનાવવામાં સફળ રહ્યો. પોવેલે પોતાની ઇનિંગ દરમિયાન 6 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે આપેલા 194 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 158 રન જ બનાવી શકી હતી. શ્રેણીની પ્રથમ T20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી.

  • Follow us on: