- 6 નવેમ્બરે બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટે હરાવ્યું
- બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે ટાઈમ આઉટને લઈને વિવાદ
- વિવાદ વચ્ચે શાકિબનો એક અનોખો વીડિયો સામે આવ્યો
6 નવેમ્બરે બાંગ્લાદેશે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત શ્રીલંકાને હરાવ્યું. શ્રીલંકાની ટીમને 3 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન ટાઈમ આઉટ વિવાદ વચ્ચે શાકિબનો એક અનોખો વીડિયો સામે આવ્યો છે.
શાકિબનો વીડિયો થયો વાયરલ
બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન ખૂબ જ ગુસ્સાવાળો ખેલાડી છે. અત્યાર સુધીમાં તમે પણ સાકિબનો ગુસ્સો જોયો જ હશે. સોમવારે શ્રીલંકા સામેની મેચ દરમિયાન મેથ્યુસને ટાઈમ આઉટ આપવાને લઈને ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન પણ સાકિબનો ગુસ્સો જોવા મળ્યો હતો. આ વિવાદ હજુ અટક્યો નથી. આ વિવાદ વચ્ચે સાકિબનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે શાકિબની અપીલ પર અમ્પાયરે આઉટ ના આપ્યો તો શાકિબ અમ્પાયર પર ગુસ્સે થઈ ગયો અને મારપીટ કરવા લાગ્યો.
શાકિબે અમ્પાયર સાથે મારામારી....
બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન મેચ દરમિયાન બોલિંગ કરી રહ્યો છે. આ દરમિયાન શાકિબનો એક બોલ બેટ્સમેનના પેડ પર વાગ્યો. તે જોરદાર અપીલ કરે છે, શાકિબ તેમજ તેના સાથી ખેલાડીઓ પણ જોરદાર અપીલ કરે છે, પરંતુ અમ્પાયર આઉટ આપતા નથી. આ પછી શાકિબને અમ્પાયર પર જ ગુસ્સો આવવા લાગે છે. શાકિબે માત્ર અમ્પાયર સાથે દુર્વ્યવહાર જ નથી કર્યો પરંતુ ઝઘડો પણ કર્યો હતો. આ જોઈને અમ્પાયર પણ કહેવા લાગે છે કે તમે શું કરી રહ્યા છો, પરંતુ તેમ છતાં શાકિબ શાંત થતો નથી.
અમ્પાયર પાસે જોરથી સ્ટમ્પ પછાડ્યું
જ્યારે શાકિબ અમ્પાયર સાથે દલીલ કરી રહ્યો હતો, ત્યારે વરસાદ આવે છે અને જ્યારે મેદાનને ઢાંકવામાં આવે છે, ત્યારે શાકિબે ત્યાં લગાવેલા સ્ટમ્પને ઉખાડી નાખ્યા હતા. શાકિબે સ્ટમ્પને અમ્પાયરની નજીક જોરથી પછાડે છે. આ જોઈને બધા દંગ રહી ગયા હતા. કોઈ ખેલાડી અમ્પાયર સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે? શાકિબના આ વાયરલ વીડિયો પર ફેન્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ શાકિબની ખૂબ ટીકા કરતા જોવા મળે છે.