• વોર્મઅપ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું
  • અંતિમ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને 11 રનની હતી જરૂર
  • કે એલ રાહુલે 33 બોલમાં 57 રન ફટકાર્યા

T20 વર્લ્ડ કપની પહેલી વોર્મઅપ મેચમાં અંતિમ ઓવરમાં ઓસ્ટ્રલિયાને 11 રનની હતી, પરંતુ મોહમ્મદ શમીએ 3 વિકેટ લઈ ભારતને જીત અપાવી. શમીએ એકને રન આઉટ પણ કર્યો. શમીને એક ઓવર કરવા ડગઆઉટથી બોલાવવામાં આવ્યો હતો.

અંતિમ ઓવર રસપ્રદ બની

અંતિમ ઓવરમાં ઓસ્ટ્રેલિયા 11 રન બનાવી ન શકતાં હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા અને બીજા બોલે 2 રન આવ્યા હતા જ્યારે ત્રીજા બોલે વિકેટ અને ચોથા બોલે એકને રન આઉટ કર્યા બાદ પાંચમા અને છઠ્ઠા બોલે પણ વિકેટ ઝડપીને ભારતને વિજય અપાવ્યો હતો.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 33 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે 33 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડસને 4 વિકેટ ઝડપી હતી.

શમીને એક ઓવર કરવા ડગઆઉટથી બોલાવવામાં આવ્યો

આ મેચમાં ભારતના પ્રથમ 11 ખેલાડીઓમાં મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તે સમગ્ર મેચ દરમિયાન મેદાનની બહાર રહ્યો હતો. પરંતુ તે વોર્મ-અપ મેચ હોવાથી ટીમ ઈન્ડિયાએ 13 ખેલાડીઓને તેમાં રમવાની તક આપી હતી. મોહમ્મદ શમીને મેચની છેલ્લી ઓવરમાં બોલ આપવામાં આવ્યો હતો. આ ઓવરમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 11 રન બનાવવાના હતા. અહીં શમીએ પહેલા બે બોલમાં ચાર રન ખર્ચ્યા અને પછીના ચાર બોલમાં ઓસ્ટ્રેલિયાના ચાર બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા.

  • Follow us on: