• મિચેલ માર્શે વર્લ્ડ કપની ટ્રોફી પર પગ મૂક્યા
  • મિચેલની હરકતથી મોહમ્મદ શમી થયા નારાજ
  • ટ્રોફી પર પગ મૂક્તા વિવાદમાં ફસાયો મિચેલ

વર્લ્ડ કપ 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા અને વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતની હાર થઈ હતી. ભારતની હાર બાદ ટ્રોફીને લઈને એક નવો વિવાદ શરુ થયો હતો. મિચેલ માર્શના ટ્રોફી પર પગ મૂકવા પર વિવાદ શરુ થયો છે. જેના પર હવે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મિચેલ માર્શની તસવીર પર નિરાશા વ્યક્ત કરી છે, જેમાં ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકતો જોવા મળે છે.

મિચેલ માર્શની હરકતથી નારાજ શમી

વાસ્તવમાં, વર્લ્ડ કપ 2023 ચેમ્પિયન બન્યા પછી, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ઉજવણીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ફરતી થઈ હતી. એક તસવીર એવી પણ હતી જેમાં મિશેલ માર્શ વર્લ્ડ કપ ટ્રોફી પર પગ મૂકતો જોવા મળ્યો હતો. આ તસવીરે સૌથી વધુ હેડલાઈન્સ મેળવી હતી. ભારતીય પ્રશંસકોએ પણ મિશેલ માર્શને આ અંગે ખૂબ ટ્રોલ કર્યા હતા.

જે ટ્રોફી માટે દુનિયાની ટીમો લડી રહી છે....

ગુરુવારે જ્યારે કેટલાક પત્રકારોએ મોહમ્મદ શમી સાથે વાતચીત દરમિયાન આ તસવીર પર તેની પ્રતિક્રિયા પૂછી તો ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું, 'મને દુઃખ થયું. જે ટ્રોફી માટે આખી દુનિયાની ટીમો લડી રહી હતી, જે ટ્રોફી તમે તમારા માથા ઉપર ઉઠાવવા માગો છો, તેના પર પગ મૂકવો ખરેખર દુખદ હતો.

આ દરમિયાન શમીએ વર્લ્ડ કપની પ્રથમ ચાર મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા ન બનાવી શકવા અંગે પૂછવામાં આવેલા સવાલનો જવાબ પણ આપ્યો હતો. તેણે કહ્યું, 'જ્યારે તમે ચાર મેચો માટે બહાર બેઠા હોવ ત્યારે તમારે માનસિક રીતે મજબૂત બનવું પડશે. કેટલીકવાર તમે ઘણા દબાણમાં જાઓ છો પરંતુ જ્યારે ટીમ સારું પ્રદર્શન કરી રહી હોય ત્યારે તમે ખુશ રહેશો.

મોહમ્મદ શમી વર્લ્ડ કપમાં સુપરહિટ રહ્યો હતો

આ વર્લ્ડ કપમાં મોહમ્મદ શમી સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે માત્ર 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. આ સમયગાળા દરમિયાન, તે ત્રણ વખત 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે ચૂંટાયો હતો. તેણે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટ ઝડપી હતી. શમીના આ મજબૂત વર્લ્ડકપ પ્રદર્શને તેને હાલમાં ભારતના સૌથી ફેવરિટ ક્રિકેટરોની યાદીમાં સામેલ કરી દીધો છે.

  • Follow us on: