શાર્દુલ ઠાકુરનો જન્મ 16 ઓક્ટોબર 1991ના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં થયો હતો, તેણે સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલ પાલઘરમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી મુંબઈ યુનિવર્સિટીમાંથી કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો. IPLમાં આ ઓલરાઉન્ડર પર પૈસાનો વરસાદ થઈ શકે છે.
શાર્દુલ ઠાકુરનો પરિવાર
શરૂઆતમાં કોઈએ શાર્દુલ ઠાકુર પર બોલી લગાવી નહીં. તે રૂ. 2 કરોડની મૂળ કિંમત સાથે મેદાનમાં ઉતર્યો હતો. થોડો સમય રાહ જોયા બાદ ચેન્નાઈએ તેના પર બોલી લગાવી અને પછી સનરાઈઝર્સે હસ્તક્ષેપ કર્યો. છેલ્લે ચેન્નાઈએ તેને 4 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો.
ક્રિકેટર શાર્દુલ ઠાકુરનો જન્મ 16 ઓક્ટોબર 1991ના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં થયો હતો. તેમનું પૂરું નામ શાર્દુલ નરેન્દ્ર ઠાકુર છે. તેના પિતા નરેન્દ્ર ઠાકુર બિઝનેસમેન છે. તેમની માતાનું નામ હંસા ઠાકુર છે. તેની એક મોટી બહેન પણ છે. 27 ફેબ્રુઆરી 2023ના રોજ શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા છે. સૌની નજર શાર્દુલ ઠાકુર પર છે.
શાર્દુલ ઠાકુરનું ક્રિકેટ કરિયર
ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર શાર્દુલ ઠાકુર બેટ્સમેન અને ફાસ્ટ બોલર પણ છે. શાર્દુલ ઘરેલુ ક્રિકેટમાં મુંબઈની ટીમનું પ્રતિનિધિત્વ કરે છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમે છે. શાર્દુલની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાં થાય છે. આ ઓલરાઉન્ડરે ભારત માટે અત્યાર સુધીમાં 11 ટેસ્ટમાં 331 રન બનાવ્યા છે જેમાં 4 ફિફ્ટી સામેલ છે.શાર્દુલે 47 ODIમાં 329 રન ફટકાર્યા છે જેમા એક ફિફ્ટી છે. આ ઉપરાંત લોર્ડ શાર્દુલે 25 T20 રમી છે. જેમાં 69 રન બનાવ્યા છે. તેમજ IPLમાં 95 મેચમાં 307 રન ફટકાર્યા છે. કુલ 27 ચોગ્ગા અને 13 સિક્સ ફટકારી છે. 1 અડધી સદી ફટકારી છે. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરનો જર્સી નંબર 10 છે.
ક્રિકેટર શાર્દુલ ઠાકુરે ટેસ્ટમાં ડેબ્યું 12 ઓક્ટોબર 2018 વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કર્યું હતું. તેમજ ODIમાં 31 ઓગસ્ટ 2017 vs શ્રીલંકા R. પ્રેમદાસા સ્ટેડિયમમાં કર્યું હતુ અનેT20માં 21 ફેબ્રુઆરી 2018 vs સાઉથ આફ્રિકા સુપરસ્પોર્ટ પાર્ક ખાતે ડેબ્યુ કર્યું હતુ.
વર્ષ 2023માં કર્યા લગ્ન
27 ફેબ્રુઆરી 2023ના રોજ ક્રિકેટર શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા. બંનેએ મુંબઈમાં મરાઠી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ નવેમ્બર 2021માં સગાઈ કરી હતી. શાર્દુલની પત્ની મિતાલી પારુલકર બિઝનેસ વુમન છે.
શાર્દુલ ઠાકુરના રેકોર્ડ
- હેરિસ શીલ્ડ ટ્રોફી 2006માં પોતાની શાળા તરફથી રમતા શાર્દુલ ઠાકુરે એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા અને આવું કરનાર ત્રીજો ક્રિકેટર બન્યો.
- 2012-13ની રણજી સિઝનમાં, તેણે 6 મેચમાં 26.25ની એવરેજથી 27 વિકેટ લીધી હતી, જેમાં એક 5 વિકેટનો સમાવેશ થાય છે.
- શાર્દુલે 2013-14ની રણજી સિઝનની દસ મેચોમાં 48 વિકેટ લીધી હતી. ટૂર્નામેન્ટમાં તેની 5 પાંચ વિકેટે તેને 20.81ની એવરેજ સાથે સીઝન પૂરી કરવામાં મદદ કરી.
- તેણે 2015-16ની રણજી સિઝનમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ સામે 8 વિકેટ લીધી અને મુંબઈને 41મી રણજી ટ્રોફી ટાઇટલ અપાવ્યું.
શાર્દુલ ઠાકુર સંબંધિત વિવાદ
- 2017 માં, શાર્દુલ ઠાકુર સચિન તેંડુલકર પછી 10 નંબરની જર્સી પહેરનાર બીજો ભારતીય ક્રિકેટર બન્યો, જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણી વિવાદાસ્પદ ટિપ્પણીઓ થઈ. બાદમાં વિવાદને કારણે તેણે પોતાનો જર્સી નંબર બદલીને 54 કરી દીધો હતો.
- શુક્રવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત, શાર્દુલ ઠાકુર અને સહાયક કોચ પ્રવીણ આમરેને IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો. પંત અને ઠાકુરને માત્ર દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ અમરેને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
શાર્દુલ ઠાકુર વિશે કેટલીક રસપ્રદ તથ્યો
- શાર્દુલ ઠાકુરનો જન્મ મહારાષ્ટ્રના પાલઘરમાં થયો હતો, પરંતુ તેણે મહારાષ્ટ્રને બદલે મુંબઈ માટે સ્થાનિક ક્રિકેટ રમવાનું પસંદ કર્યું હતું.
- શાર્દુલે 2012-13ની સિઝનમાં રોહિત શર્માની કપ્તાની હેઠળ સ્થાનિક ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી.
- 2006માં તેની શાળા સ્વામી વિવેકાનંદ તરફથી રમતા, શાર્દુલ હેરિસ શીલ્ડમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકારીને ચર્ચામાં આવ્યો હતો.
- પાલઘરમાં જન્મેલ શાર્દુલ પોતાના ઘરથી 100 કિમી દૂર ક્રિકેટના કોચિંગ માટે મુંબઈ જતો હતો.
- શાર્દુલ ઠાકુરે 2014-15 રણજી ટ્રોફીમાં 48 વિકેટ લીધી હતી, જે તે સિઝન માટે સૌથી વધુ હતી. આ પછી, તેણે 2015-16 સિઝનમાં ટીમ માટે સૌથી વધુ 41 વિકેટ લઈને મુંબઈને 41મી વખત રણજી ટ્રોફી જીતવામાં મદદ કરી.
- શાર્દુલ 2013-14 રણજી ટ્રોફીમાં મુંબઈનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
- શાર્દુલ ઠાકુર અગાઉ મેદસ્વી હતો અને સચિન તેંડુલકરે તેને ક્રિકેટ રમવા માટે વજન ઘટાડવાનું સૂચન કર્યું હતું. સચિનની સલાહ પર શાર્દુલે થોડા મહિનામાં 13 કિલો વજન ઘટાડ્યું.
- શાર્દુલ ઠાકુરના ફેવરિટ ક્રિકેટર સચિન તેંડુલકર છે.
- સચિન તેંડુલકરની જર્સી નંબર 10 અંગેના વિવાદને કારણે શાર્દુલને તેનો જર્સી નંબર બદલવો પડ્યો હતો, જેના કારણે તે 10 નંબર પહેરનાર બીજો ખેલાડી બન્યો હતો.
- 2014માં કિંગ્સ ઈલેવન પંજાબે તેને આઈપીએલમાં 20 લાખ રૂપિયામાં સાઈન કર્યો હતો.
- શાર્દુલ ઠાકુરે તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે 27 ફેબ્રુઆરી 2023ના રોજ મરાઠી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.













