• LLCની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી પુરી થઇ
  • LLCમાં શિખર ધવનની ટીમની જાહેરાત કરવામાં આવી
  • લિજેન્ડ્સ લીગમાં ધવન અને ક્રિસ ગેલને ગુજરાતની ટીમે સાઈન કર્યા

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC)ની આગામી સિઝન માટે હરાજીમાં ખેલાડીઓની બોલી લગાવવામાં આવી. હાલમાં જ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી અને નિવૃત્તિની જાહેરાત કરનાર શિખર ધવન LLCમાં જોડાયો છે. હવે તેની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ ટીમમાં ગબ્બર તરીકે પ્રખ્યાત શિખર ધવન યુનિવર્સલ બોસ તરીકે પ્રખ્યાત ક્રિસ ગેલ સાથે રમતા જોવા મળશે. શિખર ધવન અને ક્રિસ ગેલને ગુજરાતની ટીમે લિજેન્ડ્સ લીગમાં સાઈન કર્યા છે. ભારતના સ્ટાર વિકેટકીપર દિનેશ કાર્તિક પણ આ લીગમાં રમતા જોવા મળશે.

ઇસુરુ ઉદાના અને પ્રવીણ ગુપ્તા પર પૈસાનો વરસાદ

શ્રીલંકાના ઇસુરુ ઉડાના હરાજીમાં અમીર બન્યા છે. તેને LLCમાં સૌથી વધુ બોલી લગાવનાર દ્વારા ખરીદવામાં આવ્યો છે. ડાબોડી ફાસ્ટ બોલર ઉડાનાને અર્બનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 62 લાખમાં ખરીદ્યો હતો. ભારતીય સ્પિનર પ્રવીણ ગુપ્તા પર મોટી બોલી લગાવવામાં આવી હતી. 5 લાખ રૂપિયાની મૂળ કિંમતથી શરૂ કરીને, મણિપાલની ટીમે તેને 48 લાખ રૂપિયામાં ખરીદ્યો.


20મી સપ્ટેમ્બરથી શરૂ થશે મુકાબલા

લિજેન્ડ્સ લીગ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે. LLCની ત્રીજી સીઝન જોધપુરના બરકતુલ્લા ખાન સ્ટેડિયમમાં શરૂ થશે. આ વખતે 6 ટીમો વચ્ચે કુલ 25 મેચ રમાશે. જેમાં 200 થી વધુ દિગ્ગજ ક્રિકેટરો ભાગ લેશે. ફાઈનલ મેચ 16 ઓક્ટોબરે શ્રીનગરમાં રમાશે. 40 વર્ષમાં આવું પ્રથમ વખત બનશે જ્યારે શ્રીનગરમાં લોકો લાઈવ મેચનો આનંદ માણી શકશે. આ મેચ શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં રમાશે.

  • Follow us on: