• શિખર ધવને આઈપીએલ 2024માં માત્ર 5 મેચ રમી છે
  • શિખર ધવને ઈન્સ્ટાગ્રામ પર હિમાચલ પ્રદેશનો એક વીડિયો શેર કર્યો
  • આ વીડિયોમાં તે ડાન્સ કરતો જોના મળી રહ્યો છે

શિખર ધવન છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે. તેને છેલ્લે વર્ષ 2021માં શ્રીલંકા સામે ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. આઈપીએલ 2024માં પણ તે ઘણી મેચ રમી શક્યો ન હતો. શિખર ધવનની નિવૃત્તિના સમાચાર અવારનવાર આવતા રહે છે. આ બધાની વચ્ચે શિખર ધવને તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી છે. જેમાં તે હિમાચલ પ્રદેશની પહાડીઓમાં ફરતો જોવા મળે છે અને ડાન્સ કરી રહ્યો છે.

પહાડી લોકો સાથે વિતાવ્યો સમય

શિખર ધવને તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તે હિમાચલ પ્રદેશની પહાડીઓની મજા લેતો જોવા મળે છે. આ સિવાય તે ત્યાંના લોકો સાથે સમય પણ વિતાવી રહ્યો છે અને આ વીડિયોમાં તે કાંચી રે કાંચી સોન્ગ પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યો છે. તેની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. ફેન્સ પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

https://www.instagram.com/reel/C8gq2l2ibK5/?hl=en 

શિખર ધવનનું ઈન્ટરનેશનલ કરિયર

શિખર ધવને અત્યાર સુધીમાં કુલ 269 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી20 ઈન્ટરનેશનલ મેચ સામેલ છે. તેણે પોતાની ઈન્ટરનેશનલ મેચોમાં કુલ 10867 રન બનાવ્યા છે.

આવું છે આઈપીએલ કરિયર

શિખર ધવને 222 આઈપીએલ મેચ રમી છે. આ 222 આઈપીએલ મેચોમાં તેને 127.14ના સ્ટ્રાઈક રેટથી 6769 રન બનાવ્યા છે. જેમાં 51 અડધી સદી અને 2 સદી સામેલ છે. આઈપીએલ ક્રિકેટમાં શિખર ધવનનો સર્વોચ્ચ સ્કોર નોટ આઉટ 106 રન છે.

  • Follow us on: