- પછીના બોલ પર સિક્સર ફટકારીને જવાબ આપ્યો
- રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ તેના માથા ઉપરથી ગયો
- ફોર્ચ્યુન બરીશાલને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો
બાંગ્લાદેશની ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન શાકિબ અલ હસનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે અમ્પાયર પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે શાકિબે પોતાના નિર્ણયથી ગુસ્સે થઈને અમ્પાયર પર પ્રહાર કર્યા હોય. આ પહેલા પણ તેના આવા ઘણા વીડિયો સામે આવી ચૂક્યા છે. તાજેતરની ઘટના બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2023ની ચોથી મેચની છે. મેચ દરમિયાન જ્યારે લેગ અમ્પાયર તરફથી માથા ઉપર જઈ રહેલા બોલને વાઈડને બદલે ફર્સ્ટ બાઉન્સ કહેવામાં આવ્યો તો શાકિબ ગુસ્સે થઈ ગયો અને મેદાનમાં જ અમ્પાયર સાથે ઝઘડવા લાગ્યો હતો.
ફોર્ચ્યુન બરીશાલ vs સિલ્હેટ સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાયેલી આ મેચની 16મી ઓવર દરમિયાન, રેઝાઉર રહેમાન રાજાએ શાકિબને બાઉન્સર મારવાનો પ્રયાસ કર્યો, આ પ્રયાસમાં બોલ ઊંચો ઉછળીને શાકિબના માથા ઉપર ગયો. જોકે લેગ અમ્પાયરે તેને ફર્સ્ટ બાઉન્સ ગણાવ્યું હતું, પરંતુ શાકિબે મેદાન પર અમ્પાયરના નિર્ણયની ટીકા કરી હતી અને આ દરમિયાન તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો. આ દરમિયાન વિપક્ષી ટીમના વિકેટ કીપર મુશફિકુર રહીમને બચાવમાં આવવું પડ્યું હતું. રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ તેના માથા ઉપરથી બરાબર ગયો હતો.
શાકિબે ઓવરના આગલા બોલ પર સિક્સર ફટકારીને પોતાનો ગુસ્સો શાંત કર્યો હતો. આ મેચમાં તેણે શાનદાર બેટિંગ કરતા 32 બોલમાં 67 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. શાકિબની આ ઇનિંગના આધારે ફોર્ચ્યુન બરીશાલ 194 રન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. ફોર્ચ્યુન બરીશાલને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો કારણ કે સિલ્હેટ સ્ટ્રાઈકર્સે આ સ્કોર 6 વિકેટ અને ઘણા બોલ બાકી રાખીને હાંસલ કર્યો હતો.