ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ 8 સપ્ટેમ્બર, રવિવારે પોતાનો 25મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના 'પ્રિન્સ' તરીકે જાણીતા શુભમને પોતાની શાનદાર બેટિંગથી ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. શુભમન ગિલ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન તેને ઘણી મજબૂત ઈનિંગ્સ પણ રમી છે.


શાનદાર રહ્યો છે રેકોર્ડ

ટેસ્ટ મેચોની વાત કરીએ તો શુભમન ગિલે 25 મેચમાં 35.5ની એવરેજથી 1492 રન બનાવ્યા છે. વનડેમાં તેનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે, તેને 47 મેચમાં 58.1ની એવરેજથી 2328 રન બનાવ્યા છે. T20 મેચોમાં તેને 21 મેચમાં 30.4ની એવરેજથી 587 રન બનાવ્યા છે. શુભમન ગિલને આવનારા સમયમાં ભારતના ભાવિ સ્ટાર તરીકે ગણવામાં આવે છે.

અનન્યા પાંડે સાથે ડેટિંગની ચર્ચા

શુભમન ગિલની પર્સનલ લાઈફ પણ અવારનવાર ચર્ચામાં રહે છે. તેને ઘણી જાણીતી હસ્તીઓ સાથે જોડાયેલો છે, જેના કારણે તેના રોમેન્ટિક સંબંધો વિશે ઘણી ચર્ચાઓ અને અટકળો થઈ હતી. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ અને બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે મુંબઈમાં એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા બાદ ડેટિંગની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. પરંતુ સત્ય એ છે કે બંને કોઈક બ્રાન્ડના પ્રમોશનમાં સાથે જોવા મળ્યા હતા.

સારા તેંડુલકરના નામ સાથે પણ જોડાયું શુભમન ગિલનું નામ

ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની પુત્રી શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચેના સંબંધો ખૂબ ચર્ચાનો વિષય રહ્યા છે. આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે સારાએ 2020માં આઈપીએલ મેચ દરમિયાન શુભમન ગિલના વખાણ કર્યા હતા. તેમના કથિત બ્રેકઅપ અને ત્યારબાદ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરવાથી ચર્ચાઓને વધુ વેગ મળ્યો. શુભમન કે સારાએ ક્યારેય તેમના સંબંધોને લઈને જાહેરમાં કોઈ કોમેન્ટ કરી નથી.

શુભમન ગિલ અને સારા અલી ખાનનું પણ જોડાયું નામ

શુભમન સાથે જોડાયેલું બીજું નામ બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાનનું છે, જે એક્ટર સૈફ અલી ખાનની પુત્રી છે. બંને એક રેસ્ટોરન્ટમાં સાથે જમતા જોવા મળ્યા હતા અને આ સિવાય પણ ઘણી વખત બંને સાથે જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ બંને એકબીજાના ડેટ કરતાં હતાં, પરંતુ ક્યારેય કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.


  • Follow us on: