• બાંગ્લાદેશ સામે ભારતની 6 રને હાર
  • શુભમન ગિલે ભારત માટે ફટકારી સદી
  • આ વર્ષે ગિલે સૌથી વધુ સદી ફટકારી

એશિયા કપ 2023માં સુપર-4ની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાને શ્રીલંકા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં ભારતીય ટીમના ટોપ ઓર્ડરને બેટ્સમેન ફ્લોપ સાબિત થયા હતા, ત્યારે એકમાત્ર શુભમન ગિલે શાનદાર સદી ફટકારી હતી. આ સાથે જ ગિલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ગિલે કોહલીનો રેકોર્ડ તોડ્યો

ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે. 2023 શુભમનના કરિયરનું શ્રેષ્ઠ વર્ષ છે. આ વર્ષે ગિલે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ કડીમાં ગિલે શુક્રવારે વર્ષની છઠ્ઠી સદી ફટકારી હતી. આ સાથે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી બન્યો છે. ગિલે આ લિસ્ટમાં વિરાટ કોહલીને પાછળ રાખ્યો છે.

આ વર્ષે સૌથી વધુ સદી ફટકારનારા ખેલાડી

ખેલાડી સદી
શુભમન ગિલ 6
વિરાટ કોહલી 5
ટેમ્બા બાવૂમા 4
ડેવોન કોન્વે 4
ડેકિલ મિચેલ 4

આવી રહી ગિલની ઈનિંગ

શુભમન ગિલે બાંગ્લાદેશ વિરુદ્ધ 133 બોલ પર 122 રન બનાવ્યા હતા. આ દરમિયાન યુવા ખેલાડીએ 8 ફોર અને 5 સિક્સ પણ લગાવી હતી. ટીમમાં એકમાત્ર શુભમન સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ગિલે મેચ દરમિયાન સ્પિનર્સને ખુબ પરેશાન કર્યા હતા. જો કે, ગિલ ઈનિંગ પૂર્ણ કર્યા પહેલાં આઉટ થયો હતો.

  • Follow us on: