- ઋતુરાજ અથવા યશસ્વીને કવર તરીકે ટીમમાં સામેલ કરાય તેવા સંકેત
- પ્લેટલેટ ઘટવાના કારણે ગિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
- બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું શુભમનને હોટેલમાં ડ્રિપ્સ ચઢાવવામાં આવી હતી
ડેન્ગ્યૂ સામે ઝઝૂમી રહેલા ભારતીય ઓપનર શુભમન ગિલને પ્લેટલેટ્સ એક લાખ કરતાં ઓછા થઈ જવાના કારણે ચેન્નઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેને રજા પણ આપી દેવામાં આવી છે પરંતુ તે 14મીએ અમદાવાદમાં પાકિસ્તાન સામે રમાનારી મેચમાં રમી શકશે નહીં. રવિવારે રાત્રે પ્લેટલેટ ઘટવાના કારણે ગિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે શુભમનને ચેન્નઇ ખાતે ટીમની હોટેલમાં ડ્રિપ્સ ચઢાવવામાં આવી રહી હતી ત્યારે તેના પ્લેટલેટ ઘટીને 70 હજાર જેટલા થઈ ગયા હતા. એક લાખથી નીચે પ્લેટલેટ જતા રહે તો કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે. ડેન્ગ્યૂના કારણે શરીર નબળું પડી જાય છે અને તેમાંથી બહાર આવતા સમય લાગે છે.










