• ટોપ 10 બેટ્સમેનોની યાદીમાં ગિલ થયો સામેલ
  • બેટ્સમેનોની યાદીમાં ગિલે ટોપ.5માં લીધું સ્થાન
  • ત્રીજી મેચમાં 85 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી

શુભમન ગિલને ICC ODI રેન્કિંગમાં ફાયદો મળ્યો છે. તેઓ ટોપ ફાઈવમાં પહોંચી ગયા છે. ગિલ હાલમાં ODI બેટ્સમેનોની રેન્કિંગમાં ટોચના પાંચમાં એકમાત્ર ભારતીય છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ બે વનડેમાં તે ફ્લોપ રહ્યો હતો. પરંતુ ત્રીજી મેચમાં 85 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ટોપ 10 બેટ્સમેનોની યાદી પર નજર કરીએ તો તેમાં વિરાટ કોહલી પણ સામેલ છે.

બેટ્સમેનોની રેન્કિંગમાં ગિલ નં.5 પર

બેટ્સમેનોની વનડે રેન્કિંગમાં બાબર આઝમ ટોપ પર છે. બાબરના 886 રેટિંગ પોઈન્ટ છે. ફખર ઝમાન ત્રીજા નંબર પર છે. જ્યારે ઇમામ-ઉલ-હક ચોથા નંબર પર છે. શુભમન પાંચમા નંબરે છે. તેમને બે જગ્યાનો લાભ મળ્યો છે. શુભમનના 743 રેટિંગ પોઈન્ટ છે. વિરાટ કોહલી નવમા નંબર પર છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોપ 10માં સામેલ નથી. રોહિત 11માં નંબર પર છે.

બોલરોમાં કુલદીપ 10માં નંબર પર

વનડેમાં બોલરોની રેન્કિંગ પર નજર કરીએ તો મોહમ્મદ સિરાજ ચોથા સ્થાને છે. સિરાજના 670 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયાનો બોલર જોશ હેઝલવુડ ટોપ પર છે. મિચેલ સ્ટાર્ક બીજા નંબર પર છે. રાશિદ ખાન ત્રીજા નંબર પર છે. સ્પિન બોલર કુલદીપ યાદવ 10માં નંબર પર છે.

ઈશાન કિશને રેન્કિંગમાં છલાંગ લગાવી

ઈશાન કિશને રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. તેને 9 સ્થાનનો ફાયદો થયો છે. ઈશાને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરિઝમાં સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. તે હાલમાં 36મા નંબર પર છે. ઈશાનના 589 રેટિંગ પોઈન્ટ છે. શ્રેયસ અય્યરને બે સ્થાનનું નુકસાન થયું છે. તે 31મા નંબર પર છે. અય્યર ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની T20 સીરિઝ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચ જીતી લીધી છે. આ પહેલા તેને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ODI સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝને 2-1થી હરાવ્યું.

  • Follow us on: