- શુભમન ગિલ વર્ષ 2023માં સૌથી વધુ સર્ચ કરાયેલો ક્રિકેટર બન્યો
- ભારતીય બોલર મોહમ્મદ શમીનું નામ ચોથા નંબરે છે
- બિગ બોસ OTT સિઝન 2 જીતનાર એલ્વિશ યાદવનું નામ આ લિસ્ટમાં પાંચમાં નંબર પર
ભારતીય ટીમનો યુવા બેટ્સમેન શુભમન ગિલ અવારનવાર ચર્ચામાં રહે છે. શુભમન ગિલે 2023 ODI વર્લ્ડ કપ દરમિયાન બેટથી જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ પહેલા ગિલ એશિયા કપ 2023માં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યો હતો. જોકે, ભારતીય ટીમ ODI વર્લ્ડ કપનો ખિતાબ જીતવાથી ચૂકી ગઈ હતી. પરંતુ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી હતી.
શુભમન ગિલ વર્ષ 2023માં સૌથી વધુ સર્ચ કરાયેલો ક્રિકેટર હતો. ગિલ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ભારતીય ક્રિકેટર હતા. જો ઓલઓવર વાત કરીયે તો બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાઇ છે. જ્યારે ભારતીય ક્રિકેટર શુભમન ગિલનું નામ આ સર્ચ લિસ્ટમાં બીજા નંબર પર છે.
રચિન રવિન્દ્ર
વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડ તરફથી સૌથી વધુ રન બનાવનાર યુવા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર સૌથી વધુ સર્ચ કરાયેલ ત્રીજો ક્રિકેટર છે. રચિન રવિન્દ્રને કિયારા અડવાણી અને શૂભમન ગિલ બાદ સૌથી વધુ વાર સર્ચ કરવામાં આવ્યો છે. ચોથા નંબર પર બોલિંગથી કમાલ કરનાર ભારતીય બોલર મોહમ્મદ શમીનું નામ છે. મોહમ્મદ શમી પણ પોતાની ખતરનાક બોલિંગથી ચર્ચાઓમાં આવ્યો છે.
એલ્વિશ યાદવ
બિગ બોસ OTT સિઝન 2 જીતનાર એલ્વિશ યાદવનું નામ આ લિસ્ટમાં પાંચમાં નંબર પર છે. જ્યારે બોલિવૂડ એક્ટર અને કિયારા અડવાણીના પતિ સિદ્ધાર્થ મલ્હોત્રા ગૂગલ પર સૌથી વધુ સર્ચના મામલે છઠ્ઠા સ્થાને છે. સાતમા નંબરની વાત કરીએ તો ગ્લેન મેક્સવેલનું નામ છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મેક્સવેલે વર્લ્ડ કપમાં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી.
સૂર્યકુમાર યાદવ અને ટ્રેવિસ હેડ
ODI વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલ મેચ જોવા આવેલા ફૂટબોલર ડેવિડ બેકહામ આઠમા નંબર પર છે. જ્યારે ભારતીય ટીમના 360 ડિગ્રી ખેલાડી સૂર્યકુમાર યાદવ આ યાદીમાં નવમા સ્થાને યથાવત છે. દસમા સ્થાન પર ઓસ્ટ્રેલિયન ટીમના વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડનું નામ છે. ટ્રેવિસ હેડે ફાઈનલ મેચમાં ભારત સામે વિસ્ફોટક ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડકપ જીતવામાં મદ કરી હતી.