- ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે
- રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરી શકે છે
- શુભમન ગિલ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજા નંબર પર રમી શકે છે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12 જુલાઈથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. જેને લઈને ઈન્ડિયન ક્રિક્રેટ ટીન પૂરજોશમાં તૈયારી કરી રહ્યું છે. જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર છે. ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝમાં બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ મેચની ટી-20 સીરીઝ રમવાની છે. ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ 12 જુલાઈથી રમાશે. જાણો પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરી શકે છે
યુવા યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. યશસ્વી જયસ્વાલે પ્રેક્ટિસ મેચમાં ઓપનર તરીકે સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં પ્રથમ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલનું ઓપનિંગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
શુબમન ગિલ ત્રીજા નંબરે રમશે!
છેલ્લા કેટલાક સમયથી ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ઓપનિંગ કરી રહેલો શુભમન ગિલ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજા નંબર પર રમી શકે છે. ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગિલ હવે ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પૂજારાની જગ્યાએ ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
મુકેશ કુમાર ડેબ્યુ કરી શકે છે
મોહમ્મદ શમીની ગેરહાજરીમાં યુવા મુકેશ કુમાર સિરાજ સાથે મળીને નવો બોલ સંભાળી શકે છે. આ સાથે જ શાર્દુલ ઠાકુર ત્રીજો ફાસ્ટ બોલર બની શકે છે. આ સિવાય સ્પિન વિભાગમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન હશે.
વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન- રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિ અશ્વિન, શાર્દુલ ઠાકુર, મુકેશ કુમાર અને મોહમ્મદ સિરાજ .
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.