- મુંબઇ 113 ઓલઆઉટ, એલિસ પેરી 6/15, બેંગ્લોર 3/115, એલિસ પેરી 40*
- બેંગ્લોરે ત્રણ વિકેટે 115 રન બનાવીને વિજય મેળવી લીધો
- મુંબઇ ઇન્ડિયન્સને સાત વિકેટે પરાજય આપીને નોકઆઉટ માટે ક્વોલિફાય કરી લીધું
ઓલરાઉન્ડર એલિસ પેરીએ ઝડપેલી છ વિકેટની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિમેન્સ પ્રીમિયર લીગની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને સાત વિકેટે પરાજય આપીને નોકઆઉટ માટે ક્વોલિફાય કરી લીધું હતું. મુંબઇના 113 રનના જવાબમાં બેંગ્લોરે ત્રણ વિકેટે 115 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. એલિસ પેરી 40 તથા રિચા ઘોષ 36 રન બનાવીને અણનમ રહી હતી.
ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર બેંગ્લોરની પણ નિરાશાજનક શરૂઆત થઇ હતી અને 39 રનના સ્કોર સુધીમાં ઓપનર મંધાના (11) અને સોફી ડેવિન (12) સહિત ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.










