- અફઘાનિસ્તાન સામે શ્રીલંકાની જીત
- શ્રીલંકાએ સુુપર-4માં કર્યું ક્વોલીફાઈ
- શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી
શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ગ્રુપ સ્ટેજની અંતિમ મેચમાં શ્રીલંકાની2 રને જીત થઈ છે. શ્રીલંકાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ 50 ઓવર બાદ 8 વિકેટના નુકસાને 291 બનાવ્યા હતા. જેથી અફઘાનિસ્તાનને જીત માટે 292 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 298 રન પર ઓલઆઉટ થઈ છે.
અફઘાનિસ્તાનનું પ્રદર્શન
અફઘાનિસ્તાન માટે હશમતુલ્લાહ શાહિદીએ 66 બોલ પર 59 રન કર્યા છે. આ ઉપરાંત મોહમ્મદ નબીએ 32 બોલ પર 65 અને રહમત શાહે 40 બોલ પર 45 રન બનાવ્યા છે.સાથે ગુલબદ્દીન નાઈબે 16 બોલમાં 22 અને કરીમ જનાતે 13 બોલમાં 22 રન કર્યા છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, કસુન રાજીથાએ સૌથી વધુ 4 વિકેટ અને ડુનિથ વેલાલગે 2 વિકેટ લીધી છે.
શ્રીલંકાનું પ્રદર્શન
ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત શાનદાર રહી હતી. શ્રીલંકાના ઓપનર પથૂમ નિસંકા અને દિમુથ કરુણારત્નેએ પ્રથમ વિકેટ માટે 63 રનની પાર્ટનરશિપ કરી હતી. જો કે, આ બાદ શ્રીલંકાની ટીમે 2 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ કુસલ મેંડિસ અને ચરિથ અસલંકાએ શાનદાર પાર્ટનરશિપ કરીને ટીમને મુશ્કેલ સમયથી બહાર કાઢી હતી. શ્રીલંકાના બીજા બેટ્સમેનની વાત કરવામાં આવે તો, સદીરા સમરવિક્રમા, ધનંજય ડી સિલ્વા અને દાશુન શનાકા જલ્દી પેવેલિયન પરત આવ્યા હતા.
મહીશ તીક્ષ્ણા અને દુનિથ વેલ્લેગેએ 64 રનની પાર્ટનરશિપ કરી
મહીશ તીક્ષ્ણા અને દુનિથ વેલ્લેગેએ 8મી વિકેટ માટે 64 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી હતી. એક સમયે શ્રીલંકાની ટીમ 277 રન પર 7 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી, પરંતુ તે બાદ મહીશ તીક્ષ્ણા અને દુનિથ વેલ્લેગેએ શાનદાર પાર્ટનરશિપ કરીને સ્કોર 291 રન સુધી પહોંચાડ્યો હતો.
અફઘાનિસ્તાનના બોલરની સ્થિતિ આવી રહી
અફઘાનિસ્તાનના બોલરની વાત કરવામાં આવે તો, ગુલબ્દીન નૈબે 10 ઓવરમાં 60 રન આપીને 4 ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ ઉપરાંત રાશિદ ખાને 2 વિકેટ મેળવી હતી, જ્યારે મુઝીબ ઉર રહેમાનને 1 સફળતા મળી. ઉલ્લેખનીય છે કે, આ મેચ એશિયા કપની છેલ્લી ગ્રુપ મેચ છે. હવે 6 સપ્ટેમ્બરથી સુપર-4 રાઉન્ડની મેચ રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે રમવામાં આવશે.