હાલમાં જ શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની T20 સીરીઝ સમાપ્ત થઈ છે. સિરીઝની છેલ્લી મેચમાં શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝને કારમી હાર આપી છે. શ્રીલંકા માટે આ ઐતિહાસિક જીત છે. આ પાંચમી T20 દ્વિપક્ષીય સિરીઝ છે જે શ્રીલંકાએ પોતાની ધરતી પર જીતી છે. આ સિરીઝ જીતીને શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત મોટી સિદ્ધિ મેળવી છે.


પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

શ્રીલંકાએ ત્રીજી મેચ જીતીને સિરીઝ જીતી લીધી હતી. આ પ્રથમ વખત છે જ્યારે શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝને ટી-20 દ્વિપક્ષીય સિરીઝમાં હરાવ્યું હોય. આ પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પોતાના 6 બોલરોને અજમાવ્યા હતા પરંતુ તેઓ ટીમને જીત અપાવવામાં સફળ રહ્યા ન હતા.


શ્રીલંકાએ 9 વિકેટે જીતી આ મેચ

આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીત્યો હતો. ટોસ જીત્યા બાદ પોવેલે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન પોવેલે સૌથી વધુ 37 રનની ઈનિંગ્સ રમી હતી. આ સિવાય ગુડાકેશે 32 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી બોલિંગ કરતી વખતે મહેશ તિક્ષના અને વાનિન્દુ હસરંગાએ 2-2 વિકેટ ઝડપી હતી.


આ પછી શ્રીલંકાની ટીમે જીત માટે 163 રનનો ટાર્ગેટ 18 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. શ્રીલંકા તરફથી કુશલ મેન્ડિસે સૌથી વધુ 68 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય કુશલ પરેરાએ પણ અણનમ 55 રન બનાવ્યા હતા.

  • Follow us on: