- ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સીરિઝ 2023ની ત્રીજી મેચ રમાઈ રહી છે
- સ્ટીવ સ્મિથે ટેસ્ટ કારકિર્દીની 100 મેચ પૂર્ણ કરી છે
- 100મી ટેસ્ટની પહેલી ઇનિંગમાં માત્ર 22 રન બનાવીને આઉટ થયો
લીડ્ઝમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ સીરિઝ 2023ની ત્રીજી મેચ રમાઈ રહી છે. સ્ટીવ સ્મિથ માટે આ મેચ ખૂબ જ ખાસ છે. આ તેની કારકિર્દીની 100મી ટેસ્ટ છે. પરંતુ સ્મિથ તેને ખાસ બનાવી શક્યો ન હતો. તે પહેલી ઈનિંગમાં માત્ર 22 રન બનાવીને આઉટ થયો હતો. સ્મિથને સ્ટુઅર્ટ બ્રોડે શિકાર બનાવ્યો હતો. સ્મિથની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે છેલ્લી પાંચ ઇનિંગ્સમાં કુલ 188 રન બનાવ્યા છે.
એશિઝની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. લીડ્ઝમાં રમાઈ રહેલી આ મેચમાં સમાચાર લખાય છે ત્યાં સુધી ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા હતા. સ્મિથ આ ઇનિંગમાં ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો. તેણે 31 બોલમાં 22 રન બનાવ્યા અને આઉટ થયો. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. સ્મિથની કારકિર્દીની આ 100મી ટેસ્ટ મેચ છે. તેઓ તેને યાદગાર બનાવી શક્યા નથી.










